
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 25 જૂન 2019, મંગળવાર
૬૨ વર્ષીય અભિનેતા આજે પણ યુવાનને શરમાવે તેવી તાજગી ધરાવે છે. આગામી ફિલ્મમાં તે ગ્રે પાત્રમાં જોવા મળશે. આ પાત્રને ન્યાય આપવા અભિનેતાએ હાલ તેના ફિટનેસ અને ડાયટ પ્લાનમાં ફેરફાર કર્યો છે.
'' મારા ખભાની ઇજા બાદ, હવે હું અપર બોડી વેઇટ ટ્રેનિંગ અને મસલ્સ બ્લિડિંગના વ્યાયામ કરી રહ્યો છું. તેમજ નિયમિત રીતે સ્પ્રિન્ટ અને સ્પિનિંગ વ્યાયામ હું રોજ કરું છું. તેમજ ૧૬ કલાકમાં હું થોડા થોડા અંતરાલે અલ્પાહાર લઉં છું. મને ખાતરી છે કે જે વ્યક્તિ પોતાની રીતે બધું કરી છૂટતી હોય છે તે સારું પરિણામ જ મેળવે છે, '' તેમ અભિનેતાએ જણાવ્યું હતું.
અનિલ કપૂરે ' મલંગ' ફિલ્મમાં આ પાત્ર સ્વીકારીને પડકાર ઝીલ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે દિશા પટાણી અને આદિત્ય રોય કપૂર કામ કરી રહ્યા છે.
અનિલે પોતાની કારકિર્દીમાં વિવિધ પાત્રો ભજવવાની હિંમત દાખવી છે. તેણે આ વખતે ડાયટ પ્લાનમાં ફેરફાર કરીને પાત્રને ન્યાય આપવા વજન હળવું કરી રહ્યો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31TSTOF
via Latest Gujarati News
0 Comments