હૈદરાબાદના નિઝામની કરોડો પાઉન્ડની માલિકી અંગે બ્રિટનમાં ભારત અને પાક. વચ્ચે કાનુની જંગ


(પીટીઆઇ) લંડન, તા. 25 જૂન, 2019, મંગળવાર

ભારતના ભાગલા વખતે 1947માં હૈદરાબાદના નિઝામ દ્વારા લંડનની એક બેંકમાં થાપણ તરીકે રાખવામાં આવેલા 3.5 કરોડ પાઉન્ડનો દાયકાઓ જુનો કેસ બ્રિટનની એક અદાલતમાં ખૂબ જ મહત્ત્વના  તબક્કે આવી પહોંચ્યો છે.

આ પૈસા અંગે ભારત અને પાકિસ્તાન બંને દેશોએ દાવો કર્યો હતો. લંડનની નેટવેસ્ટ બેંકમાં પડેલા આ પૈસા અંગે પાકિસ્તાન સરકાર સાથેની કાનુની લડાઇમાં હૈદરાબાદના આઠમાં વારસદાર પ્રિન્સ મુકર્રમ જહા અને તેમના નાના ભાઇ મુફકકમ જહા એ આ લડાઇમાં ભારતને સાથ આપ્યો છે.

 વિવાદ 1007940 પાઉન્ડ અને નવ શિલીંગનો છે જે 1948માં  હૈદરાબાદના નિઝામે નવા જ બનેલા દેશ પાકિસ્તાનના બ્રિટનસ્થિત હાઇકમિશનરને ટ્રાન્સફર કર્યા હતા.ત્યાર પછીથી તો એ રકમ વધીને અબજોમાં પરિવર્તિત થઇ ગઇ છે જેને લેવા માટે ભારતના ટેકાથી નિઝામના 'વારસદારો તેને લેવા પ્રયાસો કરે છે જ્યારે પાકિસ્તાન એવો દાવો કરે છે કે તે પૈસા અમારા છે.

મહાધિરાજ આઠમા નિઝામ અને તેમના નાના ભાઇ એ તેમના દાદાની સંપત્તિ લેવા માટે દાયકાઓ સુધી રાહ જોઇ છે. પાકિસ્તાને 70 વર્ષ સુધી તેને અટકાવી રાખી છે.અમને આશા છે કે તાજેતરની ટ્રાયલ  અંતિમ હશે' એમ નિઝામના વારસદારોના વકીલ 80 વર્ષના પૌલ હેવિટે કહ્યું હતું.

ે જસ્ટિસ માર્કસ સ્મીથના અધ્યક્ષપદ હેઠળની બે સપ્તાહથી ચાલી રહેલી ટ્રાયલમાં બંને પક્ષો તરફથી અનેક દલીલો રજૂ કરાઇ હતી. કેસનો ચૂકાદો આશરે છ સપ્તાહમાં આવવાની આશા છે.મરહુમ નિઝામ ઉસ્માન અલી ખાનની માલીકીના પૈસાના કેસમાં ખરો મુદ્દો  આ ફંડનો હકદાર કોણ છે તે છે.1948માં ફંડ ટ્રાન્સફર કર્યો ત્યારે નિઝામ સામે સવાલ એ હતો કે ભારતમાં રહેવું કે પાકિસ્તાનમાં ભળી જવું.સમય જતાં ખૂદ નિઝામે જ આ રકમ પાછી માગી હોવાનું મનાય છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LgoggI
via Latest Gujarati News

Post a Comment

0 Comments