
(પીટીઆઇ) લંડન, તા. 25 જૂન, 2019, મંગળવાર
બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન 19મી સદીના એક અતિ મોંધા કોટેજ-મહેલમાં રહેવા જશે જે એક ભારતીયને રાણી દ્વારા ભેટ અપાયું હતું. આ મહેલના રંગરોગન માટે કરદાતાઓના 24 લાખ પાઉન્ડ ખર્ચાશે, એમ શાહી પરિવારના હિસાબમાં કહેવામાં ઔઆવ્યું હતું.
આ એજ મહેલ અતવા કોટેજ છે જે રાણી વિકટોરિયાએ તેમના અતિ વિશ્વાસુ મનાતા ભારતીય સેવક અબ્દુલ કરીમને ભેટમાં અપાયો હતો. રાણીને કરીમ પ્રત્યે ખૂબ આકર્ષણ હોવાનું મનાતું હતું.
તેમના સબંધો પર એક 2017માં ફિલ્મ 'વિકટોરિયા એન્ડ અબ્દુલ : એક્સટ્રા ઓર્ડિનરી ટ્રૂ સ્ટોરી ઓફ ક્વિન્સ કલોઝેસ્ટ કોન્ફિડેન્ટ' બની હતી અને એક જમાનામાં તેમના અંતરંગ સબંધોની ચર્ચા પણ થતી હતી. આમ એક ભારતીયને ભેટ મળેલો મહેલ હલે શાહી પરિવારને મળશે. 2018માં રાણી એલિઝાબેથે નવ પરિણીત યુગલને આ મહેલની ભેટ આપી હતી.
શાહી પરિવારના ખર્ચના છેલ્લા આંકડા અનુસાર, પાંચ એકરમાં પથરાયેલા મહેલને એક ઘરમાં ફેરવવા માટે સોવેરિન ગ્રાન્ટ દ્વારા ખર્ચ ભોગવવામાં આવ્યો હતો.આ મહેલ વિન્ટસર કેસેલ (રાણીના સત્તાવાર મહેલ) પાસે શાંત વાતાવરણમાં છે જ્યાં કૃત્રિમ તળાવ અને રોયલ બર્યિઅલ ગ્રાઉન્ટ છે તેમજ રાણી વિકટોરિયા અને પ્રિન્સ આલબર્ટના મકબરા છે.ઘરને નવું કરવામાં લગભગ છ મહિના નીકળી ગયા હતા. જો કે હજુ પણ કેટલાક વિસ્તારમાં રિપેરીંગ કામ બાકી છે.
પ્રિન્સ અને મેગનમે કેન્સિંગ્ટન પેલેસમાંથી અન્યત્ર જવાની કરેલી જાહેરાત બાદથી જ આ મહેલમાં રિપેરીંગ શરૂ કરાયું હતું. રાણી એલિઝાબેથ બીજાના વિન્ડસર એસ્ટેટના મેદાનમાં આવેલું ફ્રોગમોર કોટેજ શાહી દંપત્તિની પસંદ હતી જે તેમણે ગયા વર્ષે નક્કી કર્યું હતું.પ્રવાસીઓને પણ આ સ્થળે લાવવામાં આવે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IIPCKy
via Latest Gujarati News
0 Comments