એન્જિનિયરને ઉઠક-બેઠક કરાવનાર BJDના ધારાસભ્યની ધરપકડ


(પીટીઆઈ) ભુવનેશ્વર, તા. 25 જૂન, 2019, મંગળવાર

ઓડિશા પોલીસે બીજુ જનતા દળ(બીજેડી)ના નવનિર્વાચિત ધારાસભ્ય સરોજ કુમાર મેહરની આદિવાસી સમૂદાયના જુનિયર એન્જિનિયરને જાહેરમાં ઉઠક-બેઠક કરવા કથિત મજબૂર કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટના મહિનાની શરૂઆતમાં જ સામે આવી હતી જ્યારે એક વાયરલ વીડિયોમાં સરોજ કુમાર પીડબલ્યુડીના એન્જિનિયરને જાહેરમાં ઉઠક-બેઠક કરવાનું કહેતા જોવા મળ્યા હતા. આ ઘટના પટનાગઢ વિધાનસભા ક્ષેત્રમાં પાંચ જૂનના રોજ બની હતી. બનાવ અંગે સમગ્ર રાજ્યમાં આક્રોશ ફેલાવાના કારણે બોલાંગીરના કલેક્ટર અરિંદમ દકુઆએ આરોપોની પૃષ્ટિ માટે ઉપ-કલેક્ટરને તપાસનો આદેશ આપ્યો હતો.

હલકી ગુણવત્તાની સડકનું નિર્માણ થવાને કારણે પટનાગઢના ધારાસભ્યે જયકાંસ સાબર નામની વ્યક્તિને જાહેરમાં સજા આપી હોવાનું અને પ્રભારી એન્જિનિયરને તેને થપ્પડ મારવા કહ્યું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. પોલીસે સરોજ કુમારની એક હોટેલમાંથી ધરપકડ કરી હતી અને તેમને પૂછપરછ માટે બોલાંગીર લાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત તેમને અતિરિક્ત જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં પણ હાજર કરવામાં આવશે. સરોજ કુમારે પોતાની વર્તણૂંક માટે માફી માંગી હતી અને લોકોનો ગુસ્સો શાંત પાડવા માટે એન્જિનિયર પાસે ઉઠક-બેઠક કરાવવી પડી હોવાનું કારણ આપ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J06BH6
via Latest Gujarati News

Post a Comment

0 Comments