
(પીટીઆઈ) જમ્મુ, તા. 25 જૂન, 2019, મંગળવાર
જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મુસાફરો ભરેલી એક મિનિ બસ 200 ફૂટ ઉંડી ખીણમાં પડતા સાત લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ ઘવાયા છે. જિલ્લાના સરહદ પાસે આવેલા બુધાલના કેવાલ ગામ પાસે આ અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતા જ બચાવ કામ હાથ ધરવામાં આવ્યું હતું. મુસાફરોને રાજૌરીથી ચાસના ગામ લઈને જતો ટેમ્પો લપસીને ઉંડી ખીણમાં ધસી પડયો હતો અને બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં નિધન થયું હતું જ્યારે હોસ્પિટલમાં વધુ ચાર ઘાયલોને પણ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હાલમાં ત્રણ ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર અંતર્ગત છે જેમાંથી બેની હાલત ગંભીર માનવામાં આવે છે. અન્ય એક બનાવમાં ડોડા જિલ્લામાં બે લોકો બાઈક સાથે ખીણમાં પડતા એક તરૂણનું મોત થયું છે જ્યારે સાથેની વ્યક્તિ ગંભીર રીતે ઘવાઈ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2X6aF2L
via Latest Gujarati News
0 Comments