ગુગલે અમરિશ પુરીનું ડુડલ બનાવીને તેમના 87મા જન્મદિવસે યાદ કર્યા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 22 જૂન 2019, શનિવાર

સર્ચ એન્જિન ગૂગલે આજે બોલીવૂડના  અભિનેતા અમરિશ પુરીનું ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે. આજે પણ લોકો અમરિશ પુરીને તેના 'મોગેમ્બો'ના પાત્ર માટે યાદ કરે છે, પરંતુ ગૂગલે  ફિલ્મ ' દિલવાલે દુલ્હિનયા લે જાયેંગે'ના તેમના  લુક પર સ્કેચ બનાવ્યો હતો. આ ફિલ્મમાં ંઅમરિશ પુરીએ કાજોલના  પિતાની ભૂમિકા ભજવી હતી. 

૨૨ જુન ૧૯૩૨ના પંજાબના એક શહેરમાં તેમનો જન્મ થયો હતો. અભિનયમાં ઝંપલાવ્યા પૂર્વે ૨૧ વરસ સુધી તેમણે ઇએસઆઇસીમાં નોકરી રહી હતી. તે દરમિયાન તેમને તેમની સહકર્મચારી ઉર્મિલા દેવીકર સાથે પ્રેમ થઇ ગયો અને બન્નેએ લગ્ન કરી લીધા હતા. તેમને રાજીવ અને નમ્રતા એમ બે  સંતાન છે. 

૧૯૮૦-૯૦ દરમિયાન ભાગ્યે જ કોઈ એવી કોઇ  ફિલ્મ હશે જેમાં અમરિશ પુરીએ વિલનનું પાત્ર નહીં ભજવ્યું હોય. ૧૯૮૭માં શેખર કપૂરની ફિલ્મ 'મિ.ઇન્ડિયા'માં મોગેમ્બોનું પાત્ર યાદગાર  થઇ ગયું. 

અમરિશ પુરીના બે ભાઇઓ ચમન પુરી અને મદન પુરીએ બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી દીધું હોવાથી અમરિશ પુરીએ  પણ આ જ માર્ગ પર ચાલવાનો નિર્ણય લીધો. જોકે શરૂઆતની  સ્ક્રિન ટેસ્ટમાં નિષ્ફળ ગયા, પરંતુ થિયેટર સાથેજોડાયેલા રહ્યા. તેમણે બોલીવૂડમાં કારકિર્દી છેક ૪૦ વરસે શરૂ કરી. તેમની  પ્રથમ ફિલ્મ 'પ્રેમ પુજારી' હતી. તેમના  નકારાત્મક અને સકારાત્મક બન્ને પાત્રો દર્શકોને પ્રભાવિત કયા હતા. કારકિર્દી દરમિયાન તેમણે લગભગ ૪૦૦ ફિલ્મોમાં કામ કર્યું હતું.તેણે હોલીવૂડની ફિલ્મમાં પણ કામ કર્યું છે. 

અમરિશ પુરીનું નિધન ૧૨ જાન્યુારી, ૨૦૦૫ના ૭૨ વરસની વયે થયું હતું. તેઓ માઇલોડીસ્પ્લાસ્ટિક ખાસ પ્રકારના એક બ્લડ કેન્સરનો ભોગ બન્યા હતા. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WY1GR6
via Latest Gujarati News

Post a Comment

0 Comments