બોલીવૂડની ફિલ્મોમાં ટોચ પર પહોંચેલી આલિયા ભટ્ટ રાજામૌલીની ફિલ્મમાં ટૂંકા પાત્રમાં હશે ?


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.  22 જૂન 2019, શનિવાર

દક્ષિણના જાણીતા  દિગ્દર્શક રાજામોલીની આગામી ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગણ કામ કરી રહ્યા છે. આલિયાએ આ ફિલ્મ કરણ જોહરની ભલામણને કારણે લીધી હોવાનું કહેવાય છે. જોકે આલિયાને પણ આ ફિલ્મને કારણે પોતાના મનગમતા દિગ્દર્શક સાથે કામ કરવાની તક મળી છે. 

આલિયાને આ ફિલ્મમાં તેના કદ  પ્રમાણે મહત્વનો રોલ મળશે તેવી આશા સ્વાભાવીક  રીતે  હોય. હિંદી સિનેમાનો આધાર ગણાતી આલિયા ભટ્ટને ફાળે આ ફિલ્મમાં ફક્ત એક ગીત અને થોડા ડાયલોગ જ આવ્યા હોવાની વાત છે. 

'' આલિયાને રાજામોલી સાથે બહુ જ કામ કરવાની ઇચ્છા હતી. પરંતુ આ ફિલ્મમાં હિરોઇનનું પાત્ર તેલુગુ  અભિનેત્રી ભજવવાની છે. બે હીરોવાળી આ ફિલ્મમાં રામચરણ તેજા અને એનટીઆર જુનિયર કામ કરી રહ્યા છે. આલિયા આ ફિલ્મમાં ફક્ત નાનકડું પાત્ર ભજવી રહી છે. આલિયા પર  આ ફિલ્મમાં ફક્ત 'મહેમાન ભૂમિકા'નો જ ટેગ લાગશે. 

જોકે આલિયા આ ફિલ્મની તૈયારી રૂપે તેલુગુ શીખી રહી છે.'' હું જ્યારે ફિલ્મોમાં કામ કરવા આવી હતી ત્યારે ઉત્તમ દિગ્દર્શક તરીકે સંજય લીલા ભણશાલી અને રાજામોલી એમ બે સાથે કામ કરવાનું મારું શમણું હતું. મને બન્ને સાથે કામ કરવાની ઈચ્છા પૂરી થઈ  એનાથી વધારે મને શું જોઇએ? ''એમ આલિયાએ જણાવ્યું હતું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2xaNlBo
via Latest Gujarati News

Post a Comment

0 Comments