
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 22 જૂન 2019, શનિવાર
અમિતાભ બચ્ચન પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઇ ગયા છે. હાલમાં એ ફિલ્મના લુકની તસવીર જાહેર થઇ હતી. પરિણામે તેમના સેટ પર ચાહકોની ભીડ વધી જતાં તેઓ ઘેરાઇ ગયા હતા. આ જોઇને તેમની સીક્યોરિટી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સુજિત સરકારે એક અગત્યની મીટિંગ બોલાવીી હતી અને સિક્યોરિટી વધારવાનો નિર્ણય લીધો હતો. શૂટિંગ હાલ લખનૌમાં ચાલી રહ્યું છે. અમિતાભ મોહમદાબાદ મેન્શમાં શૂટિંગ કરી રહ્યા છે તે જાણીને ત્યાંના સ્થાનિક કેમેરામેન પણ તેમની તસવીરો ઝડપવા સેટ પર પહોંચી ગયા હતા. જોકે હવે દિગ્દર્શકે સેટ પર કેમેરા અને મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ લાદી દીધો છે.
અમિતાભની છેલ્લી ફિલ્મ 'બદલા' હતી જે બોક્સ ઓફિસ પર સફળ ગઇ હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Rwz2jZ
via Latest Gujarati News
0 Comments