ઘરની બહાર સૂઇ રહેલા વૃદ્ધ પર 90 કિલો વજનનો શખ્સ મોત બનીને ત્રાટક્યો

નવી દિલ્હી, તા. 25 જૂન 2019, મંગળવાર

દિલ્હીની લલિતા કોલોનીમાં એક અજીબોગરીબ દુર્ઘટના સર્જાઇ હતી જેમાં 60 વર્ષના એક વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. તાજ્જુબની વાત એ છે કે બહાર સૂઇ રહેલા આ વૃદ્ધ ઉપર ત્રીજા માળેથી 90 કિલોનું ભારેખમ શરીર ધરાવતો એક શખ્સ પડ્યો હતો. આ બનાવમાં ઉપરથી નીચે પડેલી વ્યક્તિનો જીવ તો બચી ગયો હતો પરંતુ તે જેમના ઉપર પડ્યો એ વૃદ્ધનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

મદનલાલ નામના 60 વર્ષીય વૃદ્ધ તેમના ઘરની બહાર એક રિક્શા પર સૂઇ રહ્યાં હતાં ત્યારે 90 કિલો વજન ધરાવતા રવિન્દ્ર નામની વ્યક્તિ ત્રીજા માળેથી લપસીને તેમના ઉપર પડી હતી. મદનલાલ ઉપર પડવાના કારણે તેમને તો ખાસ ઇજા ન પહોંચી અને મામૂલી ઉઝરડાં પડ્યાં અને નાનકડું ફ્રેક્ચર થયું.

પોલીસને ઘટના અંગે જણાવતા રવિન્દ્રએ કહ્યું કે તે પોતાના ટેરેસની રેલિંગ પર બેઠો બેઠો મોબાઇલ ફોન પર વાત કરી રહ્યો હતો અને તેનું સંતુલન ન જળવાતા તે નીચે પડ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YaUJZx
via Latest Gujarati News

Post a Comment

0 Comments