ગાઝિયાબાદ, તા, 25 જૂન 2019, મંગળવાર
સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવની તબિયત ફરી લથડતા તેમને ગાઝિયાબાદના કોશાંબી સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મુલાયમસિંહને હોસ્પિટલ લાવવામાં આવ્યાં ત્યારે તેમની સાથે તેમના ભત્રીજા અને ભૂતપૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવ પણ હાજર હતાં.
ઉલ્લેખનીય છે કે મુલાયમસિંહ યાદવની તબિયત છેલ્લા થોડા દિવસોથી કથળી છે. અગાઉ શનિવારે પણ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એ પહેલા 10 જૂને પણ તેમને ગુડગાંવ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
મુલાયમસિંહ યાદવ હાઇપર ગ્લાઇસીમિયા (હાઇપર ટેન્શન) અને હાઇપર ડાયાબિટીઝની સમસ્યાથી પીડાઇ રહ્યાં છે. થોડા દિવસ અગાઉ મુલાયમસિંહની તબિયત લથડી ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની ખબર કાઢવા તેમના ઘરે પણ ગયાં હતાં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XuP9nG
via Latest Gujarati News
0 Comments