
નવી દિલ્હી, તા.8 જૂન, 2019, શનિવાર
ઉત્તર પ્રદેશમાં બાળકીઓ પર થતા અપરાધનું પ્રમાણ વધી રહ્યું છે. અલીગઢમાં હજુ એક માત્ર અઢી વર્ષની બાળકીની હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં રોષ જગાવ્યો છે ત્યારે વધુ એક આ જ પ્રકારની ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશમાં માત્ર ૧૦ વર્ષની એક દલિત બાળકીનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી.આ ઘટના હમીરપુરમાં સામે આવી હતી.
બાળકી તેની માતા પાસે સુતી હતી, જ્યાંથી તેનું અપહરણ કરી લીધુ હતું, સવારે જ્યારે માતા ઉઠી તો ખ્યાલ આવ્યો કે બાળકી ગૂમ છે. સમગ્ર વિસ્તારમાં તપાસ કરતા માલુમ પડયું કે અહીંના સ્મશાન પાસે તેનો મૃતદેહ પડયો છે. બાળકીના શરીર પરના કપડા નહોતા અને શરીર પર નિશાન પણ હતા.
પોલીસે હાલ આ મામલે હત્યાનો કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે હજુસુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી. બાળકી સાથે તાંત્રીક વીધી કરી હોવાની પણ શક્યતાઓ છે. જોકે હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZdaWgD
via Latest Gujarati News
0 Comments