
(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા.8 જૂન 2019, શનિવાર
લોકસભા ચૂંટણી- ૨૦૧૯ એનસીપી સાથે ગઠબંધન કરીને કોંગ્રેસ પાર્ટીએ લડી હશે તો પણ એનસીપીએ કોંગ્રેસના ઉમેદવારોને મદદ કરી નથી. તેમનો ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફ હતો. એટલે વિધાનસભા ચૂંટણી- ૨૦૧૯ કોંગ્રેસ પાર્ટીએ એકલે હાથે લડવી અથવા પ્રકાશ આંબેડકરની 'વંચિત બહુજન આઘાડી' સામે 'હાથ' મિલાવવો, એવો રાગ આજની કોંગ્રેસ પાર્ટીએ આસાવ્યો હોવાનું જાણવા મળે છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯માં થયેલી કારમી હાર બાદ 'વિધાનસભા ચૂંટણી ૨૦૧૯' માટેની તૈયારી કરવાના દ્રષ્ટીથી મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અશોક ચવ્હાણની અધ્યક્ષતા હેઠળ આજે યોજવામાં આવી હતી.
કોંગ્રેસના મહારાષ્ટ્રના પ્રભારી મલ્લિકાર્જુન ખરગે, બાળાસાહેબ થોરાત, હર્ષવર્ધન પાટિલ, વિગેરે નેતાઓ આજની બેઠકમાં હાજર રહ્યા હતા. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોની થયેલી હાર પ્રત્યે ચર્ચા કરવામાં આવી અને આ હાર સંદર્ભે કોંગ્રેસના જીલ્લાધ્યક્ષોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા.
લોકસભા ચૂંટણીમાં સરકારના વિરોધમાં વાતાવરણ હોવા છતાં કોંગ્રેસને સફળતા મળી નહીં. એનસીપી સાથે અમુક પાર્ટીઓને લઈને મહાગઠબંધન બનાવવામાં આવ્યું. મહાગઠબંધનના ઉમેદવારોની જીત અપાવવા માટે પ્રયાસ થયા નહીં.
એનસીપીને કોંગ્રેસ પાર્ટીએ પૂરેપૂરો સાથ આપ્યો પણ એનસીપીએ કોંગ્રેસનાં ઉમેદવારો માટે સહાયતા કરી નહીં. તેઓ ભાજપ તરફ ઝુક્યા હોવાનું દેખાતું હતું એટલે વિધાનસભા ચૂંટણી કોંગ્રેસએ એકલે હાથે લડવી એવો સૂર બધાએ કાઢયો હોવાનું જાણવા મળે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WYE8dO
via Latest Gujarati News
0 Comments