મુંબઇ તા. 11 જૂન 2019 મંગળવાર
ટીવી સ્ટાર મોનાલીસાના સોશ્યલ મિડિયા પરના ચાહકોનો આંકડો બે મિલિયનના આંકને વટાવી જતાં આ અભિનેત્રી ખુશખુશાલ થઇ ગઇ હતી.
સલમાન ખાન સંચાલિત હિટ ટીવી શો બીગ બોસની દસમી સીઝનમાં ચમક્યા પછી મોનાલિસા ટીવી સિરિયલ નજરમાં ચમકી હતી અને રાતોરાત સ્ટાર તરીકે જાણીતી થઇ ગઇ હતી.
મોનાલીસાને પોતાના ચાહકોની સંખ્યાનો આંકડો બે મિલિયનને વટાવી ગયાની જાણ થતાં એણે એેક નાનકડી વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર શૅર કરી હતી અને એના કેપ્શનમાં લખ્યું હતું કે હમ ટુ મિલિયન ઇન્સ્ટા ફેેમિલી હો ગયે હૈં.. હમ સબ સુખી, સ્વસ્થ ઔર એક સાથ મજબૂત હોવેં ઐસી મેરી શુભકામના હૈ...
સોશ્યલ મિડિયા પર સૌથી વધુ ચાહકો ધરાવનારા ભોજપુરી કલાકારોની યાદીમાં આ રીતે મોનાલિસાનો ઉમેરો થયો હતો. એ નિયમિત સોશ્યલ મિડિયા પર પોતાની વાતો શૅંર કરતી રહે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wKbK0p
via Latest Gujarati News
0 Comments