મુંબઇ તા. 11 જૂન 2019 મંગળવાર
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ટ્વીટર એકાઉન્ટને પાકિસ્તાન સ્થિત એક ટોળકીએ હેક કરીને એમના ફોટોગ્રાફના સ્થાને પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાનનો ફોટો મૂક્યો હતો અને આ એકાઉન્ટ દ્વારા તૂર્કી અને પાકિસ્તાનને લગતા સંદેશા રવાના કર્યા હતા. અમિતાભ બચ્ચનની કેટલીક વિગતો અને બાયો-ડેટા હટાવી દેવામાં આવ્યા હતા.
જો કે અમિતાભે પોતાનો ટ્વીટર એકાઉન્ટ તો પાછો મેળવી લીધો હતો. મુંબઇ પોલીસ આ બાબતને ગંભીર ગણીને એની તપાસમાં લાગી ગઇ હતી. હેકર્સે અમિતાભ બચ્ચનના એકાઉન્ટમાં લવ પાકિસ્તાન લખીને તૂર્કી તેમજ પાકિસ્તાન તરફી સંદેશા વહેતા કર્યા હતા. એક સંદેશો એવો હતો કે અમે આખી દુનિયાને એક બાબતની જાણ કરવા માગીએ છીએ. આઇસલેન્ડ રિપબ્લિક દ્વારા તૂર્કી ફૂટબૉલર પ્રત્યેના વર્તનને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ.... અત્યારે અમે પ્રેમથી વાત કરીએ છીએ, બાકી અમારી પાસે પણ મોટી ડાંગ (લાકડી ) છે. અમે ચેતવણી આપીએ છીએ કે એક બહુ મોટો સાઇબર એટેક થવાનો છે.
પાકિસ્તાન તરફી તૂર્કી ટુકડી Ayyildiz Tim એ આ એકાઉન્ટ હેક કર્યો હતો. મુંબઇ પોલીસની સાઇબર સેલ આ દિશામાં તપાસ કરી રહી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WvVzhI
via Latest Gujarati News
0 Comments