
વોશિંગ્ટન, તા. 25 જૂન, 2019, મંગળવાર
ન્યુયોર્કના એક ડીપાર્ટમેન્ટ સ્ટોરમાં નેવુંના દાયકામાં હાલના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મારા પર બળાત્કાર કર્યો હતો એવા લેખિકા જીન કેરોલના આરોપને ટ્રમ્પે ફગાવ્યો હતો અને કહ્યું હતું કે 'તે મારા લાયક હતી જ નહીં, તો પછી બળાત્કારની વાત જ ક્યાં રહી'એમ એક રાજકીય સામયિકને આપેલી મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું હતું.
લેખિકા કેરોલે પોતાના નવા પુસ્તકમાં લખ્યું હતું કે નેવુંના મધ્ય દાયકામાં ટ્રમ્પે મારા પર બળાત્કાર કર્યો હતો. 'મારે સ્પષ્ટ ભાષામાં કહેવું છે કે પહેલાં તો એ મારા ટાઇપની છે જ નહી (એટલે કે મારા લાયક નથી) અને બીજું કે આવું કંઇ થયું જ નથી. બસ'એમ ઓવલ ઓફિસમાં આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે કેરોલ તદ્દન જુઠી છે. મને તો આ મહિલા અંગે કંઇ જાણકારી નથી. હું તેને ઓળખતો પણ નથી.ગયા અઠવાડિયે કેરોલે પોતાના નવા પુસ્તકમાંથીકેટલાક અંશ વાંચ્યા હતા. આમ ટ્રમ્પ પર બળાત્કારના આક્ષેપ કરનાર કેરોલ 16મી મહિલા છે.
કેરોલે કહ્યું હતું કે મેનહટ્ટનમાં બર્ગડોર્ફ ગુડમેન સ્ટોરમાં અનાયાસે જ તે વખતે એસ્ટેટ બ્રોકર તરીકે કામ કરતા ટ્રમ્પ સાથે મારો ભેટો થઇ ગયો હતો.તેમણે મને એક મહિલા માટે અંત્રવસ્ત્રો ખરીદવા સલાહ આપવા કહ્યું હતું. ત્યાર પછી તેમણે બંને એ મજાકમાં એ વસ્ત્રોની ટ્રાયલ કરવા કહ્યું હતું.
'ડ્રસિંગરૂમ બંધ કરાતા જ તેણે મને બાંહોમાં ભરી લીધી હતી, મને દિવાલ તરફ ધકેલી દીધી હતી અને મારા માથામાં માર્યું હતું. પછી મારા હોઠ પર મોઢું મૂકી દીધું હતું'એમ કેરોલે લખ્યું હતું. કેરોલને દિવાલ તરફ ધકેલી ટ્રમ્પે તેના વસ્ત્રો કાઢી નાંખ્યા હતા, અંતે તે રૂમમાંથી ભાગી જવામાં સફળ રહી હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xbVIwr
via Latest Gujarati News
0 Comments