નવી દિલ્હી, તા. 30 જૂન 2019, રવિવાર
મોદી સરકારની બીજી ઈનિંગમાં કેબિનેટમાં સામેલ થવાનો ઈનકાર કરી દેનાર અરૂણ જેટલીએ ગણતરીના દિવસોમાં સરકારી બંગલો ખાલી કરી નાંખ્યો હતો.
હવે પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પણ પોતાનો બંગલો ખાલી કરી દીધો છે. આ બંને રાજકારણીઓએ એક આદર્શ દાખલો બેસાડ્યો છે. કારણ કે, ઘણા પૂર્વ મંત્રીઓ એવા હોય છે જે બંગલો ખાલી કરવામાં આડોડાઈ કરતા હોય છે. તેમના પર હવે સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલીએ કરેલી પહેલના કારણે દબાણ વધી ગયુ છે.
હાલમાં પણ એવા સંખ્યાબંધ નેતાઓ જે સરકારમાં નથી અથવા તો લોકસભા ચૂંટણી નથી જિત્યા. તેમણે હજી સુધી પોતાના સરકારી આવાસો ખાલી કર્યા નથી.
મોદી સરકારમાં કેટલાક મંત્રીઓને પ્રમોશન મળ્યુ છે. જેના કારણે તેમને અગાઉ કરતા મોટા બંગલા ફાળવવામાં આવ્યા છે. જોકે, તેઓ આ બંગલામાં ત્યારે જ રહેવા જઈ શકશે જ્યારે આ બંગલા ખાલી થાય. જેનો અર્થ એ પણ થયો કે, હાલમાં આ બંગલા હજી સુધી ખાલી થયા નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yi4Trb
via Latest Gujarati News
0 Comments