ગરમીથી ત્રાહિમામ યુરોપ, ફ્રાંસમાં તાપમાનનો પારો 45 ડિ્ગ્રીને પાર

નવી દિલ્હી, તા. 30 જૂન, 2019, રવિવાર

માત્ર ભારત જેવા ઉષ્ણકટિબંધીય દેશો જ નહી પણ યુરોપના દેશો પણ આ વખતે ગરમીનો માર ઝીલી રહ્યા છે.

આ વખતે ફ્રાંસ, જર્મની, ઈટાલી, સ્વિત્ઝરલેન્ડ જેવા યુરોપિયન દેશોમાં કાળઝાળ ગરમીએ એ હદે કેર વરતાવ્યો છે કે, લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

સ્પેનમાં ગરમીના કારણે 10,000 એકર જંગલ વિસ્તારમાં આગ લાગી છે. ગરમીના કારણે યુરોપમાં હજારો સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. કેટલાક દેશોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ફ્રાંસમાં તો શુક્રવારે તાપમાને 45.9 ડિગ્રીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો.

ફ્રેન્ચ મિડિયાના કહેવા પ્રમાણે ઉનાળામાં નોંધાયેલુ અત્યાર સુધીનુ આ સૌથી વધુ તાપમાન છે. એકલા ફ્રાન્સમાં જ 4,000 સ્કૂલો બંધ કરી દેવાઈ છે. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ મોકૂફ રખાયા છે. ફ્રાંસમાં આ સમયે કાર્નિવલ યોજાતા હોય છે પણ ગરમીના કારણે તેના પર પણ રોક લગાવાઈ છે. ઓલ્ડ એજ હોમમાં વૃધ્ધોને વિશેષ મદદ પુરી પાડવામાં આવી રહી છે.

ઈટાલીના 16 શહેરોમાં લૂનો કહેર જોવા મળી રહ્યો છે. રોમ અને તેની આસપાસ ફરવા આવેલા પ્રવાસીઓમાં પાણીની બોટલો વહેંચવામાં આવી રહી છે. ઈટાલીમાં લૂના કારણે 3 લોકોના મોત થયા છે. ગરમીના કારણે બીમાર પડનારાઓની સંખ્યા 35 ટકા જેટલી વધી ગઈ છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RJy3gs
via Latest Gujarati News

Post a Comment

0 Comments