નવી દિલ્હી, તા. 30 જૂન 2019, રવિવાર
દંગલ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ ઝાયરા વસીમે ધર્મનુ કારણ આપીને બોલીવૂડને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે.
ઝાયરા વસીમે બહુ ઓછા સમયમાં મોટી સંખ્યામાં ચાહકવર્ગ ઉભો કર્યો હતો. દંગલ બાદ તે સિક્રેટ સુપસ્ટાર ફિલ્મમાં જોવા મળી હતી. જોકે, તેણે હવે અભિનયને અલવિદા કહેવાનો નિર્ણય કરતા બોલીવૂડના કલાકારો પણ ચોંકી ઉઠ્યા છે.
સોશ્યલ મીડિયા પર તેણે પોસ્ટ મુકીને એલાન કર્યુ છે કે, પાંચ વર્ષ પહેલા બોલીવૂડમાં આવવાનો નિર્ણય કર્યા બાદ મારી જિંગદી બદલાઈ ગઈ છે. મને બહુ પ્રેમ અને સપોર્ટ મળ્યો છે પણ બોલીવૂડમાં આવવાથી હું ઈસ્લામથી દુર થઈ રહી છું.
ઝાયરાએ પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે, પણ મને લાગે છે કે મને જીંદગીમાંથી જે જોઈએ છે તે આ ઓળખથી મળે તેમ લાગતુ નથી. હું કશું બીજુ બનવા માટે મથામણ કરી રહીં છું. નવી લાઈફસ્ટાઈલ, ફેમ અને કલ્ચરમાં હું મારી જાતને ફિટ તો કરી શકું છું પણ આ પ્લેટફોર્મ મારા માટે નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાવાના કારણે હું મારા ધર્મ ઈસ્લામથી દુર થઈ રહી છું. છેલ્લા કેટલાક સમયથી હું મારી જાતને સમજાવવાની કોશિશ કરી રહી હતી કે, હું જે કરી રહી છું તે બરાબર છે પણ હવે મને સમજાયુ છે કે, ઈસ્લામે જે રસ્તો બતાવ્યો છે તેના પર હું ચાલી રહી નથી.
ઝાયરાની વધુ એક ફિલ્મ સ્કાય ઈઝ પિંકનુ શૂટિંગ ખતમ થઈ ચુક્યુ છે અને તેણે જે નિર્ણય કર્યો છે તે જોતા તે આ ફિલ્મમાં છેલ્લી વખત પરદા પર જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને ફરહાન પણ અભિનય કરી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZUj2v9
via Latest Gujarati News
0 Comments