
મુંબઇ, તા. 23 જૂન, 2019, રવિવાર
હાલના દિવસોમાં બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પાદુકોણનો એક વિડીયો સોશિયલ મિડીયા પર ખૂબ વાયરલ થયો છે. વિડીયોમાં દીપિકા તેના પિતા પ્રકાશ પાદુકોણ સાથે દેખાઇ રહી છે, અને વિડીયો પણ એરપોર્ટ પરનો છે. મિડીયા રિપોર્ટ પ્રમાણે તે બેંગલોર જઇ રહી છે.
વિડીયોમાં દીપિકા એરપોર્ટની અંદર જઇ રહી છે ત્યારે જ એક સુરક્ષા કર્મી તેમને રોકે છે અને તેમની પાસેથી આઇડી માંગે છે. જેના જવાબમાં દીપિકા કહે છે કે 'જોઇએ છે?' ત્યારબાદ તે પાછી વળીને પર્સમાંથી આઇડી કાઢીને બતાવે છે.
આઇડી જોઇને સુરક્ષાકર્મી તેને અંદર જવા દે છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો લોકો શેર કરી રહ્યા છે. સાથે જ સુરક્ષાકર્મી અને દીપિકા પાદુકોણની પ્રશંસા પણ કરી રહ્યા છે. લોકો સોશિયલ મિડીયા પર લખે છે કે સુરક્ષા કર્મીએ તેની ફરજ નિષ્ઠાપુર્વક નિભાવી છે તે બીજી તરફ દીપિકા પાદુકોણે પણ એક જવાબદાર નાગરિક તરીકે વર્તન કર્યુ છે. લોકો દીપિકાને જમીન સાથે જોડાયેલી અભિનેત્રી ગણાવી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L4Rm2u
via Latest Gujarati News
0 Comments