(પીટીઆઇ) ભુવનેશ્વર, તા. 23 જૂન, 2019, રવિવાર

વિમાનમાં એક પેસેન્જરે ઉધ્ધતાઇ ભર્યું વર્તન કરતાં હૈદરાબાદથી ગુવાહાટી જઇ રહેલા વિમાનને અત્રેના બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ફરજીયાત ઉતરાણ કરાયું હતું.

હૈદરાબાદથી ગુવાહાટી જઇ રહેલા ઇન્ડિગોની ફલાઇટને વાળીને ઇમરજન્સી પ્રોટોકોલ હેઠળ અત્રે લેન્ડ કરાઇ હતી.  ૨૦ વર્ષના પેસેન્જરને વિમાનમાંથી ઉતારી એર પોર્ટ પોલીસને સોંપી દેવાયો હતો, એમ એરપોર્ટના અધિકારીઓએ કહ્યું હતું.યુવાને વિમાનમાં તોફાન કરતાં અન્ય પેસેન્જરો ગભરાઇ ગયા હતા.

એણે વિમાનનો દરવાજો ખોલવાનો પણ પ્રયાસ કર્યો હતો, એમ કહીને પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે અનેક વાર વિનંતી કર્યા છતાં એણે સુરક્ષાના નિયમો તોડયા હતા. તેને વિમાનમાંથી ઉતાર્યા પછી હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો, એમ પોલીસે કહ્યું હતું. યુવાનને ઉતાર્યો પછી વિમાન ગુવાહાટી માટે રવાના થયો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IBDlHI
via Latest Gujarati News