'વાયુ' વાવાઝોડાના પ્રકોપથી બચવા દસ ચાઇનીઝ જહાજો રત્નાગિરી બંદરને 'શરણે'


મુંબઇ, તા. 13 જૂન 2019, ગુુરૂવાર

વિનાશક 'વાયુ' વાવાઝોડાથી બચવા રત્નાગિરી બંદરમાં આશ્રય લેવાની મંજૂરી કોસ્ટ ગાર્ડ (તટરક્ષક દળે) ચીનના દસ જહાજોને આપી છએ. આ જહાજોએ વાવાઝોડાના પ્રકોપથી બચવા માનવતાના ધોરણે આશ્રય માટે મંજૂરી માગી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે રત્નાગિરી દરિયાકાંઠાની નજીક બે ચાઇનીઝ જહાજો હોવાનું સૌ પ્રથમ માલુમ પડયું હતું. તે બાદ તેની તપાસ માટે કોસ્ટ ગાર્ડની ટીમો મોકલવામાં આવી હતી. આ બે જહાજો રત્નાગીરી બંદરે આવ્યાં તે પછી બુધવારે ચીનના વધુ આઠ જહાજોએ રત્નાગિરી બંદરે આશ્રય લીધો હતો.

આ જહાજો બંદરમાં છે ત્યારે તેમના સત્તાવાળાઓએ કાર્યપ્રણાલી મુજબ મંજૂરી માટે વિધિવત અરજી કરવી પડશે અને ભારત સરકારની પરવાનગી મેળવવી પડશે. આ જહાજોને બંદર વિસ્તારમાં સુરક્ષા ઘેરા (સિક્યુરિટી કાર્ડન)માં રાખવામાં આવશે એમ અધિકારીઓએ કહ્યું હતું.

અધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે છઠ્ઠી અને સાતમી જૂને વિશેષ કરીને હવામાન તથા નૈઋત્યના ચોમાસાના આગમન વિશેની માહિતી મેળવવા માટેના અમારા દરિયાના રાબેતા મુજબના નિરીક્ષણ દરમિયાન અમને હળવા દબાણનો પટો સર્જાયાની જાણ થઇ હતી. બાદમાં ખ્યાલ આવ્યો હતો કે ચોમાસાના વહેલા આગમનનો માર્ગ મોકળો કરવા હળવા દબાણનો આ  પટો ડિપ્રેશન અથ્વા વાવાઝોડા (ચક્રવાતી વંટોળિયા)માં પરિવર્તિત થઇ શકે છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2RfdzvH
via Latest Gujarati News

Post a Comment

0 Comments