પશ્ચિમ બંગાળનું કટ મની કૌભાંડ : આજીવન કેદની સજા થાય તેવી કલમો લગાવાશે


કોલકાતા, તા. 25 જૂન, 2019, મંગળવાર

પશ્ચિમ બંગાળમાં કટ મની કૌભાંડે ભારે વિવાદ સર્જ્યો છે, જેને પગલે ભારે વિરોધ વચ્ચે રાજ્ય સરકાર પણ સક્રીય થઇ ગઇ છે અને જે પણ લોકોએ જનતાના પૈસા ખાધા હશે તેની વિરૂદ્ધ હવે આકરા પગલા લેવાની તૈયારી કરી લીધી છે.

સરકાર દ્વારા જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દરેક જિલ્લા પોલીસ અધિકારીને આદેશ આપવામાં આવ્યા છે કે આ કટ મની સ્કેમ અંતર્ગત લોકોની ફરિયાદો લેવાનું શરૂ કરી દે. સાથે એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે જે પણ અધિકારીઓએ યોજનાના લાભાર્થીઓના પૈસા લીધા છે તેમની વિરૂદ્ધ અતી કડક કાયદા અંતર્ગત કેસ દાખલ કરવામાં આવે. 

જે કાયદા અંતર્ગત કેસ દાખલ કરવામાં આવશે. આવા કેસોમાં આઇપીસીની કલમ 409 અંતર્ગત કેસ કરવામાં આવશે. જેમાં આજીવન કારાવાસની સજા પણ થઇ શકે છે. આ નિર્ણય મમતા બેનરજી દ્વારા લેવામાં આવ્યો હોવાનું સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળમાં કટ મની કૌભાંડે વિવાદ જગાવ્યો છે, કેટલીક સરકારી યોજનાઓના પૈસા લાભાર્થીઓને નથી મળ્યા અને વચેટીયાઓ જ ખાઇ ગયા હોવાના આરોપો થયા છે. જેને પગલે આવા કેસમા હવે આજીવન કારાવાસ જેવા કાયદા અંતર્ગત કેસ ચલાવવા સરકારે પોલીસને આદેશ આપ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yfl7kK
via Latest Gujarati News

Post a Comment

0 Comments