રાજધાની કે શતાબ્દિ જેવી ટ્રેનોના ખાનગીકરણની કોઇ યોજના નથી : ગોયલ


નવી દિલ્હી, તા. 28 જૂન, 2019, શુક્રવાર

રેલવેના ખાનગીકરણની વ્યક્ત થયેલી આશંકા મુદ્દે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે શુક્રવારે જણાવ્યું હતું કે રેલવેની રાષ્ટ્રિય પરિવહન કે તેની રાજધાની અને શતાબ્દિ એક્સપ્રેસ જેવી પ્રિમીયમ ટ્રેનોના ખાનગીકરણની કોઇ યોજના નથી.

રાજ્યસભામાં રેલવે તંત્ર અથવા આ ટ્રેનોના ખાનગીકરણ અંગે એક પ્રશ્નનો લેખિત જવાબ આપ્યો હતો કે ''આવી કોઇ યોજના નથી.'' રેલવે મંત્રાલયે તેની ૧૦૦ દિવસની યોજનામાં સુચિત કર્યુ હતું કે તે બે ટ્રેનોને ટીકીટ, ટ્રેનની અંદર સેવાઓ માટે આઇ.આર.સી.ટી.સી.ને આપવામાં આવશે.

 યોજનામાં સુચિત કરાયુ હતું કે ગોલ્ડન ક્વોરિડ્રોલ અને મુખ્ય શહેરોને જોડતા મહત્વના રૂટ પર આ ટ્રેનો ચલાવાશે. દરખાસ્તમાં જણાવાયુ હતું કે આર.એફ.ક્યુ અને આર.એફ.પી. આગામી ૧૦૦ દિવસોમાં જાહેર હરાજી માટે આગળ આવશે.

સમાજવાદી પક્ષના સાંસદ સુરેન્દ્રનાથ નાગરે પ્રશ્ન કર્યો હતો કે જો સરકાર રાજધાની અને શતાબ્દિ જેવી ટ્રેનોના ખાનગીકરણની યોજના ઘડતી હોય તે સાચુ હોય તો સરકાર ખાનગી સંચાલકોની મનમાની અને ભાડાં પર કેવી રીતે નિયંત્રણ રાખશે ?

ગોયલે જવાબ આપ્યો હતો કે રાજધાની કે શતાબ્દિ ટ્રેનોના ખાનગીકરણની કોઇ યોજના નથી. રેલવેના ખાનગીકરણનું કોઇ આયોજન નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YlooyX
via Latest Gujarati News

Post a Comment

0 Comments