
- છ નાગરીકોનો ભોગ લેનારા માલેગાવ વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલુ બાઇક પ્રજ્ઞાા ઠાકુરના નામે હોવાનું તપાસમાં ખુલ્યું હતું
- અન્ય આરોપી સુધાકર દ્વિવેદીએ પણ હાજરી આપી, કેસમાં ૧૧૬ સાક્ષીઓના નિવેદન લેવાયા
મુંબઈ, તા. 7 જૂન 2019, શુક્રવાર
માલેગાંવ બોમ્બધડાકાની આરોપી અને ભોપાલની સાંસદ સાધ્વી પ્રજ્ઞાાસિંહ ઠાકુરે નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સી (એનઆઈએ) વિશેષ કોર્ટમાં હાજરી આપી હતી. કોર્ટે વિસ્ફોટ પ્રકરણે કરેલા સવાલના જવાબમાં પોતે કશું જાણતી નહોવાનું જણાવ્યું હતું. કોર્ટે ગત સપ્તાહમાં આ પ્રકરણે આરોપીઓને સપ્તાહમાં એક વાર હાજરી આપવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં સાક્ષીદારોની જુબાની પરથી ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ વિસ્ફોટ થયાનું જણાયું છે. આ વિશે કંઈ કહેવું છે? એવું પૂછતાં સિંહે પોતાને કંઈ જાણ નથી એમ જણાવ્યું હતું. ત્યાર બાદ કોર્ટે અત્યાર સુધી કેટલા સાક્ષીદારની જુબાની નોંધવામાં આવી છે એની તમારા વકિલે તમને જાણકારી આપી છે, એના જવાબમાં પણ ઠાકુરે પોતાને જાણ નહોવાનું જણાવ્યું હતું.
તબિયત નાદુરસ્તીનું કારણ આપીને ગુરુવારે પ્રજ્ઞાાસિંહ ઠાકુરે કોર્ટમાં હાજર રહેવાનું ટાળ્યું હતું. એ જ દિવસે તેણે રાજપૂત સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપી હોવાનું જણાયું હતું. કેટલાંક દિવસ પૂર્વે કોર્ટે આ પ્રકરણે આરોપીઓને સપ્તાહમાં એક વાર કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.
મને કોર્ટમાં બેસવા ગંદી ખુરશી અપાઇ:પ્રજ્ઞાાનો બળાપો
સાધ્વી પ્રજ્ઞાા ઠાકુર સાંસદ બન્યા બાદ માલેગાવ વિસ્ફોટ કેસમાં કોર્ટ સમક્ષ પહેલી વખત હાજર થયા હતા. જોકે સામાન્ય રીતે આરોપીઓને ઉભા રાખીને તેના નિવેદનો લેવામાં આવે છે પણ સાધ્વી પ્રજ્ઞાાને પગમાં તકલીફ હોવાથી તેમના માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોર્ટ કાર્યવાહી પતી ગયા બાદ સાધ્વી પ્રજ્ઞાાએ બહાર આવીને એવો દાવો કર્યો હતો કે મારા બેસવા માટે જે ખુરશી કોર્ટમાં આપવામાં આવી હતી તે અતી ગંદી હતી. સાધ્વીએ જોકે આ ખુરશી પર બેસવાની ના પાડી દીધી હતી અને તેઓ ઉભા રહ્યા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XFAbIp
via Latest Gujarati News
0 Comments