ફ્રોઝન ટુનું ટ્રેલર મંગળવારે રિલિઝ કરાયું

લોસ એંજલ્સ મુંબઇ તા.12 જૂન 2019 બુધવાર

ડિઝનીની સુપરહિટ ફિલ્મ ફ્રોઝનની સિક્વલ ફ્રોઝન ટુનું ટ્રેલર મંગળવારે લોસ એંજલ્સમાં રિલિઝ કરાયું હતું એવા અહેવાલ પ્રગટ થયા હતા.

આ ફિલ્મમાં પોતાની જાદુઇ શક્તિ અને પોતાના વ્યક્તિત્વના મૂળને શોધવા એલ્સા નવું સાહસ કરવા ઉત્તર તરફ નીકળી છે એેવી કથા વણી લેવામાં આવી છે.

વેરાયટી ડૉટ કોમના એક અહેવાલ મુજબ નવી ફિલ્મ અનેક વીઝ્યુઅલ ઇફેક્ટ્સ અને ગ્રાફિક્સથી છલોછલ છે. ટ્રેલરનો ઉપાડ આવી રહેલા ભરતીના મોજાનો પ્રતિકાર એલ્સા કરવાના પ્રયાસો કરે છે એવા દ્રશ્યથી થાય છે. પોતાની આ નાનકડી બહેનને કોઇ મુશ્કેલી ન પડે એે માટે એલ્સાની બહેન આન્ના એની પાછળ છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IzpUHm
via Latest Gujarati News

Post a Comment

0 Comments