વર્લ્ડકપઃ ઈજાગ્રસ્ત ધવનની જગ્યાએ પંતને મોકો, ઈંગ્લેન્ડ જવા રવાના

નવી દિલ્હી,તા.12.જૂન,2019

વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઘાયલ થયેલા શિખર ધવનના સ્થાને ઋષભ પંતનો ટીમમાં સમાવેશ થયો છે.ભારતનો આ વિકેટકીપર બેટસમેન ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગયો છે.

જોકે ધવન પણ હાલમાં ઈંગ્લેન્ડમાં જ રહેશે અને બીસીસીઆઈની મેડિકલ ટીમ તેનુ સુપરવિઝન કરશે.પંત ટીમ ઈન્ડિયા સાથે જોડાઈને પ્રેકિટ્સ શરુ કરી દેશે.જોકે શરુઆતની મેચોમાં પંત નહી રમી શકે.કારણકે ધવનની ઈજાનો રિપોર્ટ આઈસીસીને સુપરત કર્યા બાદ ધવનની જગ્યાએ પંતને સમાવવા માટે વિનંતી કરાશે અને આ કાર્યવાહીમાં થોડો સમય લાગશે.

વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી થઈ ત્યારે પંતને નજર અંદાજ કરાતા ક્રિકેટ ચાહકોએ આશ્ચર્ય અનુભવ્યુ હતુ.21 વર્ષીય પંતે ગયા વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસમાં શાનદાર દેખાવ કર્યો હતો.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XFgMar
via Latest Gujarati News

Post a Comment

0 Comments