લોસ એંજલ્સ તા.12 જૂન 2019 બુધવાર
એક્શન ફિલ્મોના રસિયાઓને રીઝવનારી સુપરહિટ સિરિઝ ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસની નવમી કડીમાં વધુ એક કલાકાર ઉમેરાયો છે. એ છે અભિનેતા જ્હૉન કેના.
જ્હૉન ડબલ્યુડબલ્યુઇનો એક લોકપ્રિય કુસ્તીબાજ પણ છે. એણે કહ્યંુ કે આ સુપરહિટ સિરિઝમાં ચમકવાની તક મળી રહી છે એટલે હું ખૂબ ઉત્તેજિત છું.
એન્ટરટેઇનમેન્ટ વીકલીને આપેલા ઇન્ટરવ્યૂમાં એણે કહ્યંુ, વીન ડિઝલ અને મિશેલી રોડ્રિગ્સ સાથે કામ કરવાની તક મને મળી રહી છે એથી હું ખૂબ ખુશ થયો છું. આ એક અત્યંત સફળ નીવડેલી સિરિઝ છે. એના કલાકારોએ કરોડો લોકો પર રીતસર ભુરકી છાંટી છે. એમની સાથે કામ કરવાના વિચાર માત્રથી હું ઉત્તેજિત થઇ ગયો છું.
આ ટીમે જે એક્શન ફ્રેન્ચાઇઝી આપી છે એ કાબિલ-એ-તારીફ છે અને એમનો પુરુષાર્થ ટિકિટબારી પર પણ કામિયાબ નીવડયો છે એટલે એમની સાથે કામ કરવાની પૂર્વતૈયારી મેં પણ પૂરજોશથી આદરી દીધી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ia5ANq
via Latest Gujarati News
0 Comments