અકસ્માતમાં પગ કપાયો છતાં યુવકે પત્નીને વિડીયો કોલ કરી કહ્યું 'જો શું થઇ ગયું'!


બિહારના બેગુસરાયમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત  

બેગુસરાય, તા. 2 જૂન, 2019, રવિવાર

રોડ અકસ્માતો ઓછા કરવા સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અવાર નવાર અભિયાન ચલાવવામાં આવે છે. લોકોને ટ્રાફીક નિયમોની માહિતી આપી તેને અનુસરવા માટે સમજાવવામાં આવે છે. આમ છતા લોકો આ બાબતે ગંભીર નથી. ભારતમાં દર વર્ષે લગભગ દોઢ લાખ લોકોના રોડ અકસ્માતમાં મૃત્યુ થાય છે.

કોઇને કોઇ બેદરકારીના લીધે લોકો જીવ ગુમાવે છે. ખાસ કરીને આજકાલ લોકોમાં વાહન ચલાવતી વખતે પણ ફોન વાપરવાનું વળગળ વધતું જાય છે. બિહારના બેગુસરાય શહેરમાં આવી જ એક ઘટના બની છે. જ્યાં ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇકચાલક યુવાનનું મોત થયુ છે. યુવકનું મોત પણ તેની બેદરકારીને લીધે જ થયુ છે. 

બેગુસરાયનો રાજારામ નામનો યુવક કાનમાં ઇયરફોન નાંખીને નેશનલ હાઇવે પર બાઇક ચલાવતો હતો. કાનમાં લગાવેલા ઇયરફોન લગાવેલા હોવાથી પાછળથી આવતા ટ્રકનું હોર્ન સંભળાયું નહી. જેથી તે ટ્રકની ઝપોટમાં આવી ગયો. ટ્રક તેના પગ ઉપર ફરી વળ્યો. આ અકસ્માતમાં તેનો એક પગ કપાય ગયો અને બીજો પગ તૂટી ગયો.

આશ્ચર્યની વાત એ છે કે ત્યાં હાજર લોકોએ જણાવ્યુ કે એક પગ કપાયા બાદ આ યુવકે તેની પત્નીને વિડીયો કોલ કર્યો અને કહ્યુ કે 'જો આ શું થઇ ગયું' સામે ફોનમાં તેની પત્ની રડતી હતી. ત્યારબાદ આસપાસના લોકો તેને હોસ્પિટલ લઇ ગયા, પરંતુ યુવકનો જીવ બચ્યો નહોતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/312wePL
via Latest Gujarati News

Post a Comment

0 Comments