
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 23 જૂન, 2019, રવિવાર
ઓસ્ટ્રેલિયન તજજ્ઞા દ્વારા કરવામાં આવેલા એક ખુલાસા પ્રમાણે ગ્લોબલ વોર્મિંગના કારણે મગરો દ્વારા કરવામાં આવતા હુમલાની સંખ્યામાં વધારો થઈ શકે છે.
ઉત્તરી ક્ષેત્રમાં આવેલી ચાર્લ્સ ડાર્વિન વિશ્વ વિદ્યાલયમાં પર્યાવરણ અને આજીવિકા અનુસંધાન સંસ્થાના પ્રાણી શાસ્ત્રી એડમ બ્રિટનના અહેવાલ પ્રમાણે તાપમાનમાં થતા વધારાને કારણે મગરો મોટા પાયે સ્થળાંતરણ કરશે અને તેઓ એવા વિસ્તારોમાં પણ પહોંચી શકે છે જ્યાં પહેલા કદી પણ નહોતા વસતા.
એડમના કહેવા પ્રમાણે ધરતીના તાપમાનમાં થઈ રહેલા વધારાની સાથે જ મગરોનો ફેલાવો પણ વધી રહ્યો છે. આ કારણે સરિસૃપ જીવ લોકોના સંપર્કમાં પણ આવશે. ધરતીના તાપમાનમાં વધારાના પ્રત્યક્ષ પરિણામરુપ મગરોના હુમલાની સંખ્યામાં વધારો થશે.
એડમે પોતાના રિપોર્ટમાં ઈન્ડોનેશિયાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. ઈન્ડોનેશિયામાં પહેલા જે સ્થળે મગરમચ્છ જોવા નહોતા મળતા અથવા તો લાંબા સમયથી જે વિસ્તારોમાં મગરો નહોતા જોવા મળતા ત્યાં પણ હાલમાં મગરો જોવા મળી રહ્યા છે. આ કારણે તે વિસ્તારોમાં મગરો દ્વારા કરવામાં આવતા હુમલા પણ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે.
ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે મગરો પોતાનું નિવાસ સ્થાન છોડી રહ્યા છે. આ કારણે તેઓ એવા વિસ્તારોમાં સ્થળાંતરણ કરી રહ્યા છે જ્યાંના લોકો તેનાથી ટેવાયેલા નથી. વધુમાં કહ્યું કે, ઉત્તરી ક્વિન્સલેન્ડના વિસ્તારોમાં પણ પહેલા કદાચ ભાગ્યે જ મગર જોવા મળતા હતા અને હવે ત્યાં મગરમચ્છ જોવા મળી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Fs0HO6
via Latest Gujarati News
0 Comments