બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ ભારતે 21 દિવસ પાકિસ્તાની સબમરીનને શોધી હતી


નવી દિલ્હી, તા. 23 જૂન, 2019, રવિવાર

પુલવામા હુમલા બાદ ભારતે કરેલી બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાની સબમરીને પી.એન.એસ.-સાદને શોધવા માટે ૨૧ દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.  પાકિસ્તાની નેવીની સૌથી શક્તિશાળી સબમરીન પી.એન.એસ.-સાદનું લોકેશન બાલાકોટ એરસ્ટ્રાક બાદ ટ્રેસ થઇ રહ્યુ નહોતું.

 સબમરીન ભારતના કોઇ નેવલ બેઝ પર હુમલો કરે તેની દહેશત ફેલાતા નેવીએ ૨૧ દિવસ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું અને પશ્ચિમી દરિયાકાંઠાના યુદ્ધજહાજો અને સબમરીનને અણધારી પરિસ્થિત માટે તૈયાર રાખવામાં આવ્યા હતા.

બાલાકોટ એરસ્ટ્રાઇક સમયે પી.એન.એસ.-સાદનું લોકેશન કરાચીના દરિયાકાંઠા નજીક હતું. ત્યારબાદ અચાનક સબમરીન લાપતા બની હતી અને તેનું લોકેશન ક્યાં મળી રહ્યું નહોતું. આ સબમરીન ત્રણ દિવસમાં ગુજરાતના દરિયાકાંઠે અને પાંચ દિવસમાં મુંબઇના દરિયાકાંઠે પહોંચવાની ક્ષમતા ધરાવે છે.

મુંબઇમાં ભારતીય નેવીનું પશ્ચિમી દરિયાકાંઠનાનું હેડક્વાર્ટર છે. તેથી દેશની સુરક્ષા જોખમમાં મૂકાય તેવી શક્યતાઓ હતી. આ ઉપરાંત પી.એન.એસ.-સાદ સામાન્ય સબમરીન કરતા વધુ સમય દરિયામાં રહી શકે છે.

જેના કારણે હરકતમાં આવેલી ભીરતીય નેવીએ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારાઓ આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ ઉપરાંત જો પાકિસ્તાની સબમરીન ભારતીય જળસીમામાં પ્રવેશી હોવાનું બહાર આવે તો સબમરીનને પકડી પાડવા તમામ પગલાંઓ હાથ ભરવાની તૈયારી હાથ ધરાઇ હતી.

ન્યૂક્લિઅલ સબમરીન આઇ.એન.એસ.  ચક્ર અને આઇ.એન.એસ. કલાવરીને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા. ૨૧દિવસની શોધખોળ બહાર આવ્યું હતું કે સબમરીનને પાકિસ્તાનના પશ્ચિમી દરિયાકાંઠે રાખવામાં આવી છે. બાલાકોટ એરસ્ટ્રાઇક પછી યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો સબમરીનને કોઇ નુકસાનન થયા તે માટે તેને ત્યાં ખસેડવામાં આવી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KAPXB5
via Latest Gujarati News

Post a Comment

0 Comments