બ્રાઝિલના ફૂટબોલ સ્ટાર નેમાર પર લાગ્યો રેપનો આરોપ

નવી દિલ્હી, તા. 2. જૂન, 2019 રવિવાર

બ્રાઝિલના ફૂટબોલ પ્લેયર અને ફૂટબોલ જગતમાં સ્ટાર ખેલાડી ગણાતા નેમાર જુનિયર પર પેરિસમાં એક મહિલા પર બળાત્કાર ગુજારવાનો આરોપ લાગતા તેના કરોડો ચાહકોને આંચકો લાગ્યો છે.

નેમાર હાલમાં બ્રાઝિલમાં જ છે અને દક્ષિણ અમેરિકાના દેશો વચ્ચેની ફૂટબોલ ટુર્નામેન્ટ કોપા અમેરિકાની તૈયારી કરી રહ્યો છે.પોલીસને મળેલી ફરિયાદ પ્રમાણે રેપનો ભોગ બનનાર યુવતી બ્રાઝિલની જ છે. સોશ્યલ મીડિયા મારફતે થયેલા પરિચય બાદ નેમારે યુવતીને પેરિસમા મળવા બોલાવી હતી.જ્યાં એક હોટલમાં નેમારે બળજબરીપૂર્વક શારીરિક સબંધ બાંધ્યો હતો.

બીજી તરફ નેમારના પિતા નેમાર સાંતોસે આ આરોપને ખોટા ગણાવીને નેમારનુ બ્લેક મેઈલિંગ કરવામાં આવી રહ્યુ હોવાનો આરોપ લગાવીને કહ્યુ છે કે, અમારી પાસે તમામ પુરાવા છે અને અમે વકીલને પુરાવા આપી દીધા છે. મહિલા સાથે નેમાર એક વખત ડેટ પર ગયો હતો. એ પછી નેમાર આ મહિલાને મળવા માંગતો નહોતો. હવે મહિલા અને તેનો પરિવાર પૈસા પડાવવા માગે છે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EO2YD0
via Latest Gujarati News

Post a Comment

0 Comments