નવી દિલ્હી, તા. 2. જૂન, 2019 રવિવાર
લોકસભાની ચૂંટણીમાં કારમી હારના કોંગ્રેસ પાર્ટીમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.હવે કોંગ્રેસની સોશ્યલ મીડિયા ઈન્ચાર્જ દિવ્યા સ્પંદના કોંગ્રેસ છોડે તેવી અટકળો તેજ બની રહી છે.
દિવ્યાએ પોતાનુ ટ્વિટર એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી નાંખ્યુ છે.એ પહેલા તેમણે પોતાના તમામ ટ્વિટ પણ ડિલિટ કર્યા હતા.સોશ્યલ મીડિયા પરના બાયોડેટામાંથી પણ કોંગ્રેસ સોશ્યલ મીડિયા ઈન્ચાર્જ શબ્દ હટાવી દીધો હતો.
હવે એવી અટકળો થઈ રહી છે કે, દિવ્યા સ્પંદનાએ પોતાનુ પદ છોડી દીધુ છે.જોકે આ બાબતે પાર્ટી તરફથી અથવા તો દિવ્યા સ્પંદના તરફથી કોઈ કોમેન્ટ કરવામાં આવી નથી.
સોશ્યલ મીડિયા ઈન્ચાર્જપદેથી દિવ્યાને હટાવવા માટેની અટકળો લાંબા સમયથી ચાલી રહી હતી પણ આ અંગે તેમનુ પોતાનુ કહેવુ હતુ કે, આવી અફવા ફેલવનારા ખોટા છે.
આ પહેલા કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પણ કોંગ્રેસ છોડી તે અગાઉ પોતાના સોશ્યલ મીડિયા પ્રોફાઈલ પરથી કોંગ્રેસ શબ્દ હટાવી દીધો હતો અને શિવસેનામાં જોડાવાની વાત બાદમાં જાહેર કરી હતી.
એવુ મનાય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે વિકાસ ગાંડો થયો છે..નો નારો આગળ વધારવાનુ કામ પણ દિવ્યાએ કર્યુ હતુ.જેનાથી કોંગ્રેસને ફાયદો થયો હતો.તે 2012માં કોંગ્રેસમાં જોડાયા હતા અને પેટા ચૂંટણીમાં સાંસદ બન્યા હતા.
પાકિસ્તાનની મુલાકાત વખતે જોકે દિવ્યાએ પાકિસ્તાન સારુ છે અને નર્ક નથી તેવુ નિવેદન કરીને વિવાદ સર્જયો હતો. 2014ની ચૂંટણીમાં દિવ્યા સ્પંદના હારી ગયા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KjQ7Mh
via Latest Gujarati News
0 Comments