
- ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધી ચૌધરીને વિવાદ થયો, તેમની સામે ગુનો દાખલ કરવાની માગણી કરી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા. 2 જૂન 2019, રવિવાર
મહાત્મા ગાંધીનો ફોટો ચલણ (નોટો) પરથી કાઢો, પૂતળા પાડા, થેંકયુ ગોડસે.... એવો વિવાદાસ્પદ ટ્વિટ કરનારી મુંબઈ મહાનગર પાલિકાની સનદી અધિકારી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (સ્પેશિયલ) વિવાદના વમળમાં સપડાઈ ગયા છે. આથી તેમની સામે ગુનો દાખલ કરવા એન.સી.પી.એ માગણી સુદ્ધાં કરી હોવાનું જાણવા મળ્યું છે.
પોતાના ટ્વિટથી નવો વિવાદ શરૂ થયું હોવાનું ધ્યાનમાં આવતાં નિધી ચૌધરીએ તાબડતોબ ટ્વિટને ડિલીટ કરી દીધું હતું. એટલું જ નહિ બીજી ટ્વિટ કરીન ેતેમણે પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો છ.ે રાષ્ટ્રપિતા ગાંધીજીનું અપમાન કરનારી નિધી ચૌધરી પર ગુનો દાખલ કરવાની જોરદાર માગણી કરાઈ રહી છે.
દરમિયાન એન.સી.પી.ના નેતા જીતેન્દ્ર આવડે નિધી ચૌધરીને પાલિકાની સેવામાંથી હકાલપટ્ટી કરવાની માગણી કરી છે.
મામલો શું છે?
૧૭મેના રોજ નિધી ચૌધરીએ મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી ઉત્સાહભેર ઉજવાય છે પણ હવે અવો સમય આવી ગયો છે... જે રસ્તા, સંસ્થાના નામ ગાંધી આપ્યું છે. તે કાઢી નાંખો... વિશ્વભરમાંથી તેમના પૂતળા પાડી નાખવામાં આવે તેમજ ભરાતીય ચલણી (નોટો) પરથી ગાંધીજીનો ફોટો કાઢી નાંખો તે આપણા બધાની તેમને સાચી શ્રદ્ધાંજલિ હશે. ૩૦-૧-૧૯૪૮ માટે થેક્ય ગોડસે... એવું વિવાદાસ્પદ ટ્વિટ કરીને મહાત્મા ગાંધીજીના પાર્થિવનો ફોટો સાથે શેઅર કર્યું હતું.
ત્યારબાદ તેમના ટ્વિટને અમુક દિવસોથી સોશ્યલ મીડિયા પર વાઈરલ કરાયું છે. તેનાથી લોકોમાં નારાજગી વ્યાપી છે એનો લોકોનો આક્રોશ અને નારાજગીની પ્રતિક્રિયા મળતી હોવાથી નિધી ચૌધરીએ ટ્વિટને ડિલીટ કરી દીધું હતું અને પોતાના બચાવ કરતું ટ્વિટ કર્યું હતું.
નિધી ચૌધરીનો બચાવ (સ્પષ્ટીકરણ)
કેટલાક લોકોને ગેરસમજ થઈ હોવાથી મેં ટ્વિટને ડિલીટ કર્યું છે. મેં ગાંધીજીનું અપમાન કરવાનો સ્વપ્નમાં વિચાર કરી શકતી નથી. મારું ટ્વિટ વ્યંગાત્મક હતું.
આંદોલન કરનારો ટ્વિટને પૂર્ણ રીતે વાંચ્યું નથી. તેનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે ગાંધીજી પર મારી અપાર શ્રદ્ધા છે. મારા તરફથી અપમાન કરાય એવું શક્ય નથી. ગાંધીજી પર અનેક વખત અગાઉ ટ્વીટ કર્યું છે. તે તમે જોઈ શકો છો. ગાંધીજી દેશમાં જન્મ લીધો હતો તે માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. આથી ગાંધીજીની હત્યા કરનારાને મેં સમર્થન ક્યારેય આપ્યું નથી. કેટલાક લોકો ટ્વિટથી રાજકીય લાભ ઉપાડી રહ્યા છે. ગાંધીજીને અપમાન કરવાનો મેં સ્વપ્નમાં વિચાર્યું નથી. એવું સ્પષ્ટીકરણ નિધીએ પોતાના વિવિધ ટ્વિટ આપ્યા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KlkEtb
via Latest Gujarati News
0 Comments