મુંબઇમાં ટેક્સી પ્રવાસ મોંઘો થવાની શક્યતાઃ અલ્પતમ ભાડું રૂા.30 કરવા માગ


- વધારાના પ્રત્યેક કિલોમીટરે રૂા.૧૪.૭૫નું ભાડુ વધારી રૂા.૨૦ કરવા મુંબઇ ટેક્સી યુનિયને પરિવહન ખાતાને જણાવ્યું

મુંબઇ તા. 2 જૂન 2019, રવિવાર

મહારાષ્ટ્રનું પરિવહન ખાતું મુંબઇ ટેક્સીમેન્સ યુનિયનની માગ સ્વીકારે તો મુંબઇમાં ટેક્સીનો પ્રવાસ મોંઘો થવાની શક્યતા છે. હાલમાં ટેક્સીનું અલ્પતમ ભાડું રૂ.૨૨ છે તે વધારીને રૂા.૩૦ નું કરવાની માગણી યુનિયને સુપરત કરી છે.

ભાડાં વધારવાની માગણી કરતો એક પત્ર યુનિયને ૩૧મી મેએ પરિવહન ખાતાને સુપરત કર્યો હતો. ભાડાં વધારાની માગણી નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ધમકી પણ યુનિયને આપી છે.

અલ્પતમ ભાડા ઉપરાંત પ્રત્યેક કિલોમીટર માટેના ચાર્જમાં પણ વધારાની માગણી યુનિયને કરી છે. મૂળભૂત (અલ્પતમ) ભાડું (હાલમાં રૂા.૨૨) પ્રથમ ૧.૫ કિ.મી. માટે છે. અને તે બાદ પ્રત્યેક કિલોમીટરે રૂા.૧૪.૭૫ નો ચાર્જ લેવાય છે. હકીકતમાં તો આ રકમ દર એક્સો મીટરના અંતરે વિભાજીત થવી જોઇએ.

વધારાના પ્રત્યેક કિ.મી.નો ચાર્જ પણ વધીને રૂા.૨૦નો થાય તેવી શક્યતા છે.

છેલ્લે અમે ૨૦૧૩માં ભાડાં વધારાની માગ કરી હતી. બાદમાં આ બાબત અદાલતમાં ગઇ હતી અને છેવટે ૨૦૧૬ના જૂનમાં ટેક્સી ભાડામાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તે બાદ રોજિંદા જીવન ખર્ચ તથા સીએનજી અને અન્ય ચીજોની કિંમતોમાં વધારો થયો છે પણ ટેક્સીભાડાં એના એજ રહ્યા છે. આથી અમે અલ્પતમ ભાડું રૂા.૩૦ અને વદારાના દર કિલોમીટરનું ભાડું રૂા.૨૦ કરવાની માગણી કરીએ છીએ એમ આ યુનિયનના મહામંત્રી એએલ કવાડ્રોસે કહ્યું હતું.

અમારી સમસ્યાઓનો ઉકેલ ૧૫ દિવસમાં નહીં લવાય તો અમને વિરોધ દર્શાવવાની  ફરજ પડશે એવો દાવો યુનિયને કર્યો છે.

ઉલ્લેખનીય છે કે એપવાળી ટેક્સી સર્વિસ ઉપલબ્ધ થવા સાતે કાળીપીળી ટેક્સીની માગ નોંધપાત્ર પ્રમાણમાં ઘટી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WA12bv
via Latest Gujarati News

Post a Comment

0 Comments