
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા. 2 જૂન 2019, રવિવાર
ગઢચિરોલીના આઈડી સ્ફોટ જેવો જ ગોંદિયામાં ધડાકો કરવાના નક્સલવાદીઓના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગોંદિયામાં બ્રીજ નીચેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે.
એક ડબામાં નકસલવાદીઓએ વિસ્ફોટકનો જથ્થો રાખ્યો હતો. પોલીસે આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
ગોંદિયામાં ટેકાટોલાથી મુરુકડોહ દંડારી ગામ વચ્ચે નાળા પર બ્રીજ બાંધવામાં આવ્યો છ.ે આ બ્રીજ નીચે ડબામાં વિસ્ફોટક મળી આવ્યા હતા. નકસલવાદીઓ જમીનમાં સુરંગ બિછાવીને ધડાકો કરવાના હતા. પણ પોલીસે આ વિસ્ફોટક કબજે કરી લીધો હતો. આમ ધડાકો થઈ શક્યો નહોતો. અને અનેકના જીવ બચી ગયા હતા. સાલેક્સા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ગત અઠવાડિયે ગઢચિરોલી જિલ્લાના એક નકસલવાદીએ ગોંદિયા પોલીસ પાસે આત્મસમર્પણ કર્યું હતું.
મહારાષ્ટ્ર દિનના ગઢચિરોલીમાં નક્સલવાદીઓએ જમીનમાં સુરંગ બિછાવીને ધડાકો કરતા ૧૫ જવાન શહીદ અને એક વાહન ચાલકનું મોત થયું હતું.
નોંધનીય છે કે પોલીસના ખબરી હોવાની શંકાથી નકસલવાદીઓએ ગઢચિરોલીમાં અનેક જણની હત્યા કરી છે. આ ઉપરાંત વિવિધ સ્થળે સરકારની વિરોધના બેનર લગાડવામાં આવ્યા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30VMbHw
via Latest Gujarati News
0 Comments