મધ્ય પ્રદેશની કોંગ્રેસી સરકાર ખેડૂતો સામે થયેલા વિવિધ કેસ પાછા ખેંચશે


ભોપાલ, તા. 2 જૂન, 2019, રવિવાર

મધ્ય પ્રદેશની કમલ નાથ સરકાર અલગ-અલગ ખેડૂત-આંદોલન દરમિયાન ખેડૂતો પર થયેલા કેસને પાછા ખેંચશે. આ માટે જરૃરી પ્રક્રિયા ટૂંકમાં જ શરૃ કરી દેવાશે. આ મુદ્દે રાજ્યના ગૃહ પ્રધાન બાલા બચ્ચન અને કાયદા પ્રધાન પી.સી. શર્મા વચ્ચે યોજાયેલી બઠકમાં લંબાણ ચર્ચા થઇ હતી.

ગૃહપ્રધાન બાલા બચ્ચને આ વાતનું સમર્થન કરતા જણાવ્યું કે કાયદાપ્રધાન સાથેની બેઠકમાં ખેડૂતો સામે થયેલા કેસ પાછા ખેંચવાના મુદ્દે ચર્ચા કરાઇ હતી. સમગ્ર મધ્યપ્રદેશમાં આવા લગભગ ૩૭૧ કેસ નોંધાયા છે. જેમાં સેંકડો નામી- અનામી ખેડૂતો સામેલ છે. બાલાએ ઉમેર્યું કે બેઠક પછી ગૃહ વિભાગના ઉચ્ચાધિકારીઓએ આવાં કેસની માહિતી જાણવા માટે જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક શરૃ કર્યો છે.

એમણે જણાવ્યું કે જિલ્લા કક્ષાએ રચાયેલી સમિતિમાં જિલ્લા દંડાધિકારી, જિલ્લા એસ.પી. અને જિલ્લા લોક અભિયોજના અધિકારીનો સમાવેશ કરાયો છે. આ અધિકારીઓને જ ખોટા કેસોની ઓળખ કરવાનું કામ સોંપાયું છે. એ પછી જિલ્લા કક્ષાએ આવાં મામલે વિચાર કરીને રાજ્ય શાસનને ભલામણ કરવામાં આવશે. નોંધનીય છે કે ૨૦૧૭ ના ખેડૂત આંદોલન અને મંદસોર ગોળીબારકાંડ પછી ફાટી નીકળેલી હિંસા દરમિયાન સેંકડો ખેડૂતો પર કેસ કરાયા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W5HwPP
via Latest Gujarati News

Post a Comment

0 Comments