
- આ મહાનગરમાં ધસારાના સમયે એકથી બીજે સ્થળે જવામાં પ્રવાસીઓને ટ્રાફિકના ભરાવાને કારણે ૬૫ ટકા સમય વધુ લાગે છે
મુંબઇ, તા. 5 જૂન 2019, બુધવાર
માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સમસ્યારૂપ ટ્રાફિક જામનો સામનો મુંબઈના વાહનચાલકોએ કરવો પડતો હોવાનું એક આંતરરાષ્ટ્રીય અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. વ્યાપક પ્રમાણમાં આંકડાકીય માહિતીનો અભ્યાસ કર્યા બાદ આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.
આ અહેવાલ મુજબ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પ્રવાસીઓ રોડ પર ઝાઝો ટ્રાફિક ન હોય તેની તુલનાઓ રોડ પર ઝાઝો ટ્રાફિક ન હોય તેની તુલનાઓ ધસારાના સમયે ટ્રાફિક જામને કારણે રોડ પર ૬૫ ટકા વધુ સમય પસાર કરવો પડે છે. અર્થાત્ એક સ્થળેથી બીજે સ્થળે જવામાં આટલો સમય વધુ લાગે છે.
સૌથી વધુ પ્રમાણમાં ટ્રાફિક જામ થતો હોય તેવા શહેરોની સૂચિમાં ૫૮ ટકતા કંજેશન (ટ્રાફિકના ભરાવા) સાથે નવી દિલ્હી ચોથા ક્રમે છે. તેનાથી આગળના ક્રમે બોગટો, કોલોમ્બિયા (૬૩ ટકા) અને લિમા, પેરુ (૫૮ ટકા) છે. આ તમામ ચાર શહેરો વિકાસશીલ દેસના છે.
પાંચમાં ક્રમનું મોસ્કો (૫૬ ટકા) એક એવા દેશનું સહેર છે કે જેનો ક્રમ મોટા ભાગના માપદંડોમાં વિકસીત દેશો પછીનો છે. ટ્રાફિકના ભરાવાના આ આંકડા સેટનેવ ઉત્પાદન ટોમ ટોમ દ્વારા જારી કરાયેલા ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ ૨૦૧૮ના ભાગરૂપ છે.
વિશ્વના ૪૦૦ શહેરોની ટ્રાફિકની ગીચતા વિશે જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ)ને આધારે કરાયેલા અભ્યાસ મુજબ ટ્રાફિકની સૌથી વધુ ગીચતા મુંબઈમાં હોવાનું જણાયું છે. અભ્યાસમાં આઠ લાખથી વધુ વસતિવાળા શહેરોને આવરી લેવામાં આવ્યાં હતાં. એક દાયકાથી ચાલતા આ અભ્યાસમાં સૌ પ્રથમ વખત ભારતનાં શહેરોમાંની ટ્રાફિકની ગીચતાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K3Q0Fs
via Latest Gujarati News
0 Comments