
મુંબઇ તા. 12 જૂન 2019, બુધવાર
'વાયુ' વાવાઝોડાની વિપદા સામે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇ મધ્ય રેલવેએ ગુજરાતના જે વિસ્તારોમાં વાયુનો વરતારો હોય ત્યાં જતી અમૂક ટ્રેનોનું અંતર ટૂંકાવવાનો અને કેટલીક ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે.
વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ભૂજ અને ગાંધીધામ તરફ જતી બંધી જ ટ્રેનોનું અંતર ઓછું કરાશે અને તેમાની ઘણીખરી ટ્રેનો રદ કરાશે એવી માહિતી પશ્ચિમ રેલવેના અધિકારીઓએ આપી હતી.
તે મુજબ બુધવારે સાંજે છ વાગ્યાથી વાયુની વિપદા ન ટળે ત્યાર સુધી મેમૂ સ્પેશિયલ, સૂરત એક્સપ્રેસ, ગાંધીધામ એક્સપ્રેસ, સયાજી નગરી એક્સપ્રેસ આંશિક અથવા સંપૂર્ણ રીતે રદ્દ કરાશે.
આ વિપદાના સમયમાં અસરગ્રસ્તોની મદદ માટે પશ્ચિમ રેલવેએ અસરગ્રસ્ત વિસ્તારમાં ખાસ ટ્રેનો દોડાવવાનું નક્કી કર્યું છે. જેમાં અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે લઇ જવાની પ્રશંસનીય કામગિરી પસ્ચિમ રેલવે કરશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X0dz8n
via Latest Gujarati News
0 Comments