મોદી સરકાર કરતાં મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર સારી:અણ્ણા હઝારે


મુંબઇ, તા. 12 જૂન 2019, બુધવાર

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કરતાં મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર સારુ કામ કરી રહી છે એવો મત ગાંધીવાદી ચળવળકાર અણ્ણા હઝારેએ વ્યક્ત કર્યો હતો.

મહારાષ્ટ્ર વિધાનસભાના આગામી ચોમાસુ અધિવેશનમાં લોકાયુક્ત કાનૂન માટેનું વિધેયક પાસ થશે એવો વિશ્વાસ અણ્ણા હઝારેએ વ્યક્ત કર્યો હતો.

મહારાષ્ટ્રમાં અસરકારક લોકાયુક્ત કાનૂન અમલમાં આવે એ માટે લોકાયુક્ત અધિનિયમ ૧૯૭૧માં સુધારણા માટે સંયુક્ત મુસદ્દા સમિતિ અને સરકારના પ્રતિનિધિઓની સંયુક્ત બેઠક અત્યારે ચાલી રહી છે. આ નિમિત્તે અણ્ણા હઝારેએ કહ્યું હતું કે રાજ્યના રાજ્યનો માહિતી અધિકાર કાયદો દેશ માટે માર્ગદર્શક સાબીત થયો છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZqxdrF
via Latest Gujarati News

Post a Comment

0 Comments