ભારતની જીત માટે આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન કરશે પ્રાથના

માંચેસ્ટર, તા. 30 જૂન 2019, રવિવાર

ICC વર્લ્ડ કપ-2019નો 38મો મેચ રવિવાર એટલે કે આજે મેજબાન ટીમ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમવામાં આવશે. આ મુકાબલામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના ફેન્સ ભારતની જીત માટે પ્રાથના કરશે. કારણ કે, ભારતના જીતવાથી બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો આગળ જવાનો રસ્તો સહેલો થઈ જશે.

રવિવારે એજબેસ્ટન મેદાનમાં ઈંગ્લેન્ડ હારી જશે તો તેના આગળના સફરમાં બ્રેક લાગી જશે. એવી પરિસ્થિતીમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન સેમીફાઈનલની તરફ મજબૂતી સાથે આગળ વધશે.

આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આશા હજૂ જીવંત છે. પાકિસ્તાન અત્યારસુધી 8 મેચ રમ્યું છે, જેમાં 4 મેચ જીત્યું છે અને 3 મેચ જીત્યું છે. 1 મેચ રદ્દ થઈ છે. તે 9 પોઈન્ટ સાથે નંબર 4 પર છે. પાકિસ્તાનનો હવેનો મેચ બાંગ્લાદેશ સાથે છે અને તે કોઈ પણ રીતે જીતવો પડે તેવું છે, સાથે જ ઈંગ્લેન્ડની હાર અને ભારતની જીત માટે પ્રાથના પણ કરવી પડશે.

બાંગ્લાદેશ 7 મેચ રમ્યું છે, જેમાં 3 જીત અને 3 હાર મળી છે. તેનો એક મેચ વરસાદના કરણે રદ્દ કરવામાં આવ્યો હતો. તે 7 પોઈન્ટ સાથે 6 નંબરમાં છે. સેમીફાઈનલમાં પહેંચવા માટે બાંગ્લાદેશને પોતાના બન્ને મેચ જીતવા પડશે અને સાથે જ ભારતી જીત માટે પ્રાથના પણ કરવી પડશે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JiPbpx
via Latest Gujarati News

Post a Comment

0 Comments