ભગવાન ફરી મને 'બેટિંગ' કરવાનો મોકો ન આપે તેવી પ્રાર્થનાઃ આકાશ વિજયવર્ગીય

ભોપાલ, તા. 30 જૂન 2019, રવિવાર

ભાજપના ટોચના નેતા કૈલાસ વિજયવર્ગીયના પુત્ર અને મધ્યપ્રદેશના ઈન્દોરના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને ઈન્દોર કોર્પોરેશનના એક અધિકારીને બેટથી મારવાના આરોપસર જેલની હવા ખાવી પડી હતી.

જોકે જામીન પર બહાર આવ્યા પછી પણ આ મહાશયના તેવર બદલાયા નથી. આકાશ વિજય વર્ગીય જેલમાંથી છુટ્યા બાદ ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. જેલમાંથી છુટ્યા બાદ તેણે કહ્યુ હતુ કે, મારા મત વિસ્તારની જનતા માટે કામ કરતો રહીશ. જેલમાં મારો સમય સારી રીતે પસાર થયો છે. એક મહિલાને પોલીસની સામે ઢસેડવામાં આવી રહી હતી ત્યારે હું બેટ ઉઠાવવા સિવાય બીજુ કશું વિચારવાની સ્થિતિમા નહોતો.

આકાશે કહ્યુ હતુ કે, મેં જે પણ કર્યુ છે તેના પર મને સ્હેજ પણ શરમ નથી. ભગવાનના પ્રાર્થના કરૂં છું કે, મને ફરી આવી બેટિંગ કરવાનો મોકો ન મળે.

કોર્ટે અધિકારીની પિટાઈના મમલામાં અને ઈન્દોરમાં મુખ્યમંત્રી કમલનાથનુ પુતળુ બાળવાના ગુનામાં આકાશને જામીન પર મુક્ત કર્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ymvx2f
via Latest Gujarati News

Post a Comment

0 Comments