
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 28 જૂન 2019, ગુરુવાર
મેઘના ગુલઝાર ૨૦૧૭થી ફિલ્ડ માર્શલ સેમ માણેકશા પરની ફિલ્મની યોજના ઘડી રહી છે. ફિલ્ડ માર્શલ માણેકશા ૧૧ વરસ પહેલાં ૯૪ વરસની વયે નિધન પામ્યા હતા. જોકે હવે આ ફિલ્મનું પ્રોડકશન રોની સ્ક્રુવાલા કરી રહ્યું છે અને મુખ્ય પાત્ર વિકી કૌશલ ભજવવાનો છે.
'' વિકી સાથે મેં આ ફિલ્મ બાબત વાતચીત કરી હતી. તેણે નેરેશન સાંભળ્યા બાદ તરત જ આ ફિલ્મ કરવાની હા પાડી હતી. જોકે તેણે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ જ કામ કરવાની શરત મૂકી હતી. પરંતુ મેં તેને ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ ફોન કરવાનું કહ્યું હતું.પછીથી વિકિને સ્ક્રિપ્ટ પસંદ પડી હતી,'' તેમ મેઘના ગુલઝારે જણાવ્યું હતું.
મેઘનાએ વધુમાં કહ્યું હતુ ંકે, '' અમારી આ ફિલ્મ ફક્ત બાયોપિક જ નહીં હોય. અમે આ ફિલ્મ માણેકશાની તારીખવાર પ્રમાણે એટલે કે ક્રોનોલોજિકલી નથી બનાવી રહ્યા. આ ફિલ્મમાં હું માણેકશાને એક સોલ્જર, એક વ્યક્તિ અને ફિલ્મડ માર્શલ તરીકે દર્શાવાની છું. મારી આ સ્ક્રિપ્ટ અમે આ રીતે જ તૈયાર કરી છે. ''
વિકિએ આ રોલ બાબત જણાવ્યુ ંહતુ ંકે, '' હું અંગત રીતે તેમની સિદ્ધીઓને જાણતો નથી. પરંતુ મારા પેરન્ટસ તેમના વિશે હંમેશા વાત કરતા હતા. ૧૯૭૧ની ઇન્ડિયા -પાકિસ્તાનના યુદ્ધ દરમિયા નમેં તેમની કામગીરી વિશે સાંભળ્યું હતું. હું તેમના પાત્રને ભજવવા માટે તેમની નજીકની વ્યક્તિઓને મળી રહ્યો છું.
વિકી અને રોની સ્ક્રુવાલાની બીજી વાર સાથે કામ કરશે. બન્નેએ 'ઉરી ઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક'માં સાથે કામ કર્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Xf8qtG
via Latest Gujarati News
0 Comments