દીપિકા પદુકોણને પિતા પ્રકાશ પદુકોણની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવવાની ઇચ્છા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 28 જૂન 2019, ગુરુવાર

દીપિકા પદુકોણ પોતાની અભિનય ક્ષમતાને જોરે  આજે બોલીવૂડની ટોચની અભિનેત્રી બની છે. તેણે હાલમાં જ એક પોતાની એવી  ઇચ્છા જાહેર કરી છે જે પુરી થવા અશક્ય છે. તે એક સ્પોર્ટમેનની બાયોપિકમાં કામ કરવા ઇચ્છે છે,

'' મને મારા પિતા પ્રકાશ પદુકોણની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવવું છે. હું જાણું છું કે આમાં જેન્ડરની સમસ્યા છે. પરંતુ મારે આવું પાત્ર નિભાવવું  હોય તો કોઇ ચોક્કસ દંતકથારૂપ  ખેલાડી હશે. જે સુખ સુવિધાઓ વગર  શેઘર્ષ કરીને દિગ્ગજ મોટી ખેલાડી બની હશે. હું આશા કરું છું કે મારી આ વાતને કોઇ ફિલ્મમેકર સાંભળી રહ્યો હોય,'' તેમ દીપિકાએ જણાવ્યું હતું.

બોલીવૂડમાં સ્પોર્ટસ આધારિત ફિલ્મો મોટે ભાગે સફળ રહી છે. આ યાદીમાં 'દંગલ', લગાન''ચક દે ઇન્ડિયા'ભાગ મિલ્ખા ભાગ''મેરી કોમ' અને 'સુલતાન'નો સમાવેશ છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J9LK4l
via Latest Gujarati News

Post a Comment

0 Comments