ભોપાલમાં સિમિના ત્રણ આતંકીને સાત વર્ષની જેલની સજા ફટકારાઇ


(પીટીઆઈ) ભોપાલ, તા. 23 જૂન, 2019, રવિવાર

ભોપાલની સ્થાનિક કોર્ટે પ્રતિબંધીત સંગઠન સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા(સિમી)ના ત્રણ કાર્યકરોને સાત વર્ષની જેલની સજા ફટકારી છે. એસીજેએમ પ્રકાશ દામોરે ત્રણેય કાર્યકરોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ અંતર્ગત દોષી ઠેરવ્યા હતા.

એડિશનલ પબ્લિક પ્રોસિડયુઅર યોગેશ તિવારીના જણાવ્યા મુજબ કોર્ટે કમરુદ્દીન નાગોરી ઉર્ફે અબ્દુલ્લા રાજુ, હાફિઝ હુસૈન ઉર્ફે અદનાન અને સફદર નાગોરી આ ત્રણેય આરોપીને જેલની સજા ઉપરાંત માથાદીઠ ૧૦,૦૦૦ રુપિયાનો દંડ પણ ફટકાર્યો છે.  કમરુદ્દીન નાગોરી સહિત ત્રણેય આરોપીને યુએપીએ સેક્શન ૧૩ અંતર્ગત દોષી ઠેરવવામાં આવ્યા હતા.

૨૦૦૯માં ભોપાલ પોલીસે ત્રણેય પાસેથી સિમીના પુસ્તકો સહિતનું સાહિત્ય પણ કબજે કર્યું હતું. નરસિંગગઢ પોલીસને ત્રણેય સિમી કાર્યકરો કોતવાલી થાણા ક્ષેત્રમાં ઓળખ બદલીને રહેતા હોવાની અને સિમીને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોવાની બાતમી મળી હતી. જેથી છાપો મારીને તેમની ધરપકડ કરવામાં આવી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L4RpLI
via Latest Gujarati News

Post a Comment

0 Comments