મધ્ય પ્રદેશમાં સ્ટોરરૂમમાંથી અનેક ઇવીએમના પાર્ટસ ગાયબ : આરટીઆઇમાં ખુલાસો


નવી દિલ્હી, તા. 23 જૂન, 2019, રવિવાર

ઇવીએમને લઇને ફરી સવાલો ઉઠી રહ્યા છે. મધ્ય પ્રદેશના સુરક્ષીત રુમમાં રાખવામાં આવેલા કેટલાક ઇવીએમના પાર્ટ્સ ગાયબ છે. હાલમાં કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે ઇવીએમમાં આવેલા ડેટાચેબલ મેમી મોડયૂલ (ડીએમએમ) અને બેલોટ યુનિટ (બીયુ) બન્ને ગાયબ છે.

આ બન્ને પાર્ટ ઇવીએમમાં અતી પહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેના વગર ઇવીએમ મશીન ચલાવવું પણ શક્ય નથી. આ સમગ્ર માહિતી એક આરટીઆઇ દ્વારા બહાર આવી હતી. 

જોકે આ ઇવીએમમાં એવી કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે ખરેખર આ ઇવીએમ કેટલા સમયથી અહીંના સ્ટોર રુમમાં પડયા હતા અને છેલ્લે કઇ ચૂંટણીઓમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇવીએમને લઇને ચૂંટણી પંચ દ્વારા એપ્રીલથી જૂન મહિના સુધી એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

અજય દુબે નામના અરજદારે આરટીઆઇ દ્વારા ચૂંટણી પંચ પાસેથી આ સમગ્ર રિપોર્ટની વિગતવાર માહિતી માગી હતી. આ દરમિયાન તપાસમાં સામે આવ્યું છે કે નવ ડીએમએમ ગુમ છે, અહીંના ઉમરીઆમાં આવેલા સ્ટોર રુમમાંથી ડીએમએમ ગુમ છે. જોકે કેવી રીતે અને કેમ ગૂમ છે તેની કોઇ માહિતી નથી આપવામાં આવી. 

જિલ્લા પ્રશાસન પાસેથી માહિતી આપવામા આવી હતી કે માસ્ટર સ્ટોક રજિસ્ટર અનુસાર નરસિંગપુર જિલ્લામાં આવેલા પોલીટેકનીક કોલેજમાં સ્ટ્રોંગ રુમમાં ૨૭૦૯ ડીએમએમ રાખવામાં આવ્યા હતા જેમાંથી ઇન્સ્પેક્શન વખતે ૨૫૦૮ ડીએમએમ નહોતા મળી શક્યા. જ્યારે નરસિંગપુર જિલ્લા પ્રશાસને જણાવ્યું હતું કે ૬૮૭ ડીએમએમનો ઉપયોગ ચૂંટણીમાં નહોતો કરવામાં આવ્યો જેને કમિશનની ઓફિસે મોકલવામાં આવ્યા હતા.

અને જેનો ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો ઇસીઆઇએલ(હૈદરાબાદ)માં ડિસ્પોઝલ માટે મોકલવામાં આવ્યા હતા. સ્ટોર રુમમાં ૨૦૧ ડીએમએમ ઉપલબ્ધ છે. જોકે તેમાં અન્ય ઇવીએમ ગૂમ છે કે કેમ તેની કોઇ માહિતી નથી આપી. ભિંડ જિલ્લામાં નવ બેલોટ યૂનિટ પણ નહોતા મળી શક્યા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IC5H4Q
via Latest Gujarati News

Post a Comment

0 Comments