
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.24 જૂન, 2019, સોમવાર
ભારે નુકસાનમાં ચાલી રહેલી સરકારી માલીકીની ટેલીફોન કંપનીઓ BSNL અને MTNLઅંગે આજે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પસ્તાળ પાડી હતી અને આક્ષેપ કર્યો હતો કે મોદી સરકાર સરકારી કંપનીઓના ભોગે ખાનગી કંપનીઓને ઘી કેળા ખવડાવે છે.'સમસ્યા BSNL અને MTNL ની નથી,બલકે સરકારની ખરાબ દાનતની છે.
સરકાર પોતે જ જાહેર ક્ષેત્રની ટેલીફોન કંપનીઓના ભોગે ખાનગી કંપનીઓને પ્રોત્સાહિત કરી રહી છે'એમ કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું.
તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપની સરકારે BSNL અને MTNLને ફોર જીની ફાળવણી કરી નહી અને ખાનગી કંપનીઓને મંજૂરી આપી હતી.તમામ ખાનગી ટેલીફોન કંપનીઓ આમાંથી નાણા કમાઇ રહી છે, જ્યારે BSNL ને તો લોન લેવા માટે પણ મનાઇ કરાઇ છે. સરકારનું શુન્ય રોકાણ છે અને ટાવરોમાં પણ નાણા રોકાયા નથી.
'દરેક નાગરિકો વિચારવું જોઇએ કે,(ે૧)કોંગ્રેસની સરકારમાં ૨૦૧૩-૧૪માં એમએનટીએલનો ચોખ્ખો નફો રૂપિયા ૭૮૩૮ કરોડ હતો.ભાજપની સરકારમાં ૨૦૧૯માં આ કંપનીને રૂપિયા ૩૩૯૦ કરોડનું નુકસાન થયું છે. (૨) જો ભાજપની સરકાર આઇએલએફએસ, આઇડીબીઆઇ અને જીએસપીસી જેવી ખાનગી કંપનીઓને જાહેર ભંડોળમાંથી પૈસા આપી શકતી હોય તો શા માટે આ બે કંપનીઓને નહી?એમ સુરજેવાલાએ સવાલ કર્યો હતો.
MTNL દિલ્હી અને મુંબઇમાં તો BSNL બાકીના દેશના ૨૦ ટેલીકોમ સર્કલમાં ઓપરેટ કરે છે. MTNL સતત નુકસાનમાં ચાલી રહી છે અને તેના બચવાનો કોઇ જ સંકેત મળતો નથી.BSNL એ ૨૦૧૪-૧૫માં૬૭૨ કરોડ, ૨૦૧૫-૧૬માં ૩૮૮૫ કરોડ અને ૨૦૧૬-૧૭માં૧૬૮૪ કરોડનો નફો કર્યો હતો. માર્કેટ બજારમાં સતત વધતો હિસ્સો અને ઓછા દેવાનો ઉલ્લેખ કરીને BSNL ખાતે એન્જીનીયરો અને એકાઉન્ટનટોના સંગઠને સરકારની માલીકીને બચવવા વડા પ્રધાન મોદીની મધ્યસ્થીની માગ કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IIkCdU
via Latest Gujarati News
0 Comments