માયાવતીના ઘરે પહોંચ્યા BSP નેતા, પાર્ટીમાં થઈ શકે છે ફેરફાર

લખનૌ, તા. 23 જૂન 2019, રવિવાર

લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી પાર્ટીમાં મોટો ફેરફાર કરી શકે છે. ચૂંટણી બાદ નવી રીતે રણનીતિ બનાવવા અને BSPમાં ફેરફાર કરવા માટે પાર્ટીની બેઠક બોલાવી છે. બેઠકમાં ભાગ લેવા માટે પાર્ટીના અધિકારીઓ લખનૌમાં માયાવતીના ઘરે પહોંચવા લાગ્યા છે. 

આ બેઠક રવિવારે થવાની છે. જેમાં રાષ્ટ્રીય અને પ્રદેશના નેતૃત્વના તમામ પદાધિકારીઓ અને ઝોનલ કોર્ડિનેટર્સ હાજર રહેશે. આ બેઠકમાં માયાવતી સમગ્ર દેશમાં પાર્ટીને ફેલાવવા, નવી રણનીતિ બનાવવા અને ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણીની તૈયારી તથા પાર્ટીમાં મોટા ફેરબદલને લઈને ચર્ચા કરશે. આ દરમિયાન માયાવતી SP અને BSPના ગઠબંધનની સ્થિતિ પણ સ્પષ્ટ કરી શકે છે. જેથી કરીને ગઠબંધન તૂટવાથી પાર્ટીના કાર્યકર્તાઓને કોઈ મુશ્કેલી ના રહે.

લોકસભા ચૂંટણીમાં SP અને BSP પાર્ટીએ ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. જોકે, બન્ને પાર્ટીઓને સંતોષકારક પરિણામ મળ્યું નહોતું. BSPને ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા બેઠકમાંથી માત્ર 10 બેઠકો મળી હતીં અને SPને માત્ર 5 બેઠકો મળી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZAT1AE
via Latest Gujarati News

Post a Comment

0 Comments