તિરુવનંતપુરમ, તા. 8 જૂન 2019, શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરલના પ્રવાસે છે. PM મોદી કેરલના ત્રિસૂરમા આવેલા પ્રસિદ્ધ મંદિર ગુરુવાયૂરમાં દર્શન અને વિશેષ પૂજા અર્ચના કરી રહ્યા છે. જેમા વડાપ્રધાનને 112 કિલો કમળના ફુલ મંગાવીને તેનાથી તોલવામા આવ્યા છે. પૂજા કર્યા બાદ PM મોદી ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરશે.
ગુરુવાયૂર પ્રાચીન મંદિર છે. મંદિરમા શ્રીકૃષ્ણની મૂર્તિ છે. PM મોદી નેવીના હેલિકોપ્ટરમાં મંદિર જશે. કેરલ પ્રવાસ માટે PM મોદી શુક્રવાર રાતે જ કોચ્ચિ પહોંચી ગયા હતા. તેઓ એક અનાર્કુલમ ગેસ્ટ હાઉસમા રોકાયા હતા. મંદિરના દર્શન અને સભાને સંબોધ્યા બાદ મોદી કોચ્ચિ ઈન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી માટે બપોરે 2 વાગે રવાના થશે ત્યારબાદ PM મોદી આજે જ માલદીવ અને શ્રીલંકાની મુલાકાત માટે નીકળશે.
ભાજપ પ્રદેશે ટ્વીટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 જૂનના રોજ ગુરુવાયૂર શ્રીકૃષ્ણ મંદિરમાં પૂજા કરશે. ગુરુવાયૂર શ્રીકૃષ્ણ એચએસ મેદાનમા સભા યોજાશે. PM મોદી કેરલના પ્રવાસે છે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના સંસદીય વિસ્તાર વાયનાડની 3 દિવસીય મુલાકાતે છે.
ગુરુવાયૂર મંદિર 5000 વર્ષ જૂનું છે અને 1638માં એના અમુક ભાગનુ રીનોવેશન કરવામા આવ્યું હતું. આ મંદિરમા માત્ર હિંદુ પૂજા કરી શકે છે. બીજા ધર્મોના લોકોને મંદિર પ્રવેશ માટે પણ પરવાનગી નથી.
ગુરુવાયૂર દેવાસમ બોર્ડના અધ્યક્ષ કેબી મોહનદાસે જણાવ્યું કે, PM મોદીએ થુલાભારમ રિવાજ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમા તેઓ કમળનું ફુલ અર્પણ કરશે. માટે મંદિર વહીવટે 112 કિલો કમળના ફુલની વ્યવસ્થા કરી છે. PM મોદીની પૂજાના સમયે જનતા માટે સવારે 9થી 11 મંદિરનો દરવાજો બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીએ 2008માં ગુજરાતના મુખ્યમંત્રીના પદ પર હતા ત્યારે આ મંદિરની પૂજા-અર્ચના કરી હતી અને ત્યારે પણ એમણે થુલાભારમ રીવાજ નિભાવ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/31ha9NI
via Latest Gujarati News
0 Comments