ઘરમાં બળજબરીથી ઘુસી ગયો, નાસ્તો કર્યા પછીજ ગયો

મુંબઇ તા.8 જૂન 2019 શનિવાર

 અભિનેત્રી સૌંદર્ય શર્માના ઘરમાં બે દિવસ પહેલાં સવારે એક વાનર ઘુસી આવ્યો હતો અને એને નાસ્તો ન કરાવ્યો ત્યાં સુધી ઘરની બહાર જવા તૈયાર નહોતો.

ખુદ સૌંદર્યાએ સોશ્યલ મિડિયા પર મૂકેલી એક મનોરંજક વિડિયો ક્લીપમાં જણાવ્યા મુજબ 'ઠગારો હાળો... સવાર સવારમાં મારા ઘરમાં ઘુસી આવ્યો અને નાસ્તો કર્યા પછીજ ઘરની બહાર ગયો... પહેલાં નાસ્તો કર્યો... પછી મારા બેડ પર આડો પડયો...એકાદ ઝોકું ખાધું. દરમિયાન હું એને ભગાડવા બૂમબરાડા પાડતી હતી અને એની વિડિયો ક્લીપ ઊતારતી હતી... એને આ બધી બાબતનની કોઇ પરવા નહોતી... એ તો પોતાની મોજમસ્તીમાં હતો...એને ભગાડવાની મારી પાસે કોઇ તરકીબ નહોતી... '

સૌંદર્યાએ મૂકેલી આ વિડિયો ક્લીપ વાઇરલ થઇ હતી. એમાં વાનર મજેથી ફળોની મોજ ઊડાવી રહ્યો હતો અને એ જોઇને સૌંદર્યા ખડખડાટ હસતી નજરે પડી હતી.

સૌંદર્યાએ ૨૦૧૭માં રાંચી ડાયરીઝ ફિલ્મથી અભિનય શરૃ કર્યો હતો. આ ફિલ્મમાં એની સાથે અનુપમ ખેર, જિમી શેરગીલ, હિમાંશુ કોહલી અને સતીશ કૌશિક ચમક્યાં હતાં. 

------------



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Iw96kx
via Latest Gujarati News

Post a Comment

0 Comments