રાજકુમાર રાવે શાહરુખ ખાનનું એક દ્રશ્ય રિપિટ કર્યું

મુંબઇ તા.8 જૂન 2019 શનિવાર

સુપર સ્ટાર શાહરુખ ખાન અને કાજોલને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી સુપરહિટ ફિલ્મ દિલવાલે દૂલ્હનિયાં લે જાયેંગે (૧૯૯૫)ના એક યાદગાર દ્રશ્યને તાજેતરમાં અભિનેતા રાજકુમાર રાવે પોતાની ગર્લફ્રેન્ડ સાથે પુનર્જીવિત કર્યું હતું.

ખુદ રાજકુમાર રાવે સોશ્યલ મિડિયા પર મૂકેલી એેક વિડિયો ક્લીપ શૅર કરી હતી જેમાં આદિત્ય ચોપરાએ બનાવેલી દિલવાલે દૂલ્હનિયાં ફિલ્મના ક્લાયમેક્સના એક દ્રશ્યને પોતે ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે રિક્રિયેટ કર્યું હોવાનું જણાવ્યું હતું.

ક્લાયમેક્સના એ દ્રશ્યમાં શાહરુખ ખાન કાજોલના આવવાનો ઇંતેજાર કરે છે ત્યારે કાજોલ પિતા અમરીશ પુરી સામે જોઇ રહી છે કે પિતા રજા આપે તો હું મરા પ્રિય પાત્ર સાથે જોડાઇ જાઉં. 

સફેદ ટી શર્ટ પહેરેલી પત્રલેખા રાજકુમાર રાવ તરફ દોડી રહી હોય એવું જણાય છે. સામી બાજુ રાજકુમાર રાવ ક્યારેક શાહરુખની તો ક્યારેક અમરીશ પુરીની મિમિક્રી કરતો દેખાય છે. સાથે રાજકુમાર રાવે લખ્યું છે કે અમે લંડનમાં માત્ર મોજ ખાતર આ દ્રશ્ય ભજવ્યું હતું. આ દ્રશ્ય અમારા બંનેનું માનીતું છે.

સોશ્યલ મિડિયા પર આ  ક્લીપ વાઇરલ થઇ હતી અને રાજકુમાર રાવના ફેન્સે એને બિરદાવ્યો હતો. થોડા સમય પહેલાં એક એવોર્ડ સમારોહમાં રાજકુમાર રાવને શાહરુખ ખાન સાથે છૈયાં છૈયાં ગીત પર ડાન્સ કરવાની તક પણ મળી હતી..  




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WqrbFw
via Latest Gujarati News

Post a Comment

0 Comments